Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી લાઠીચાર્જ વિરોધમાં ગોધરામાં યુવા કોંગ્રેસનો વિરોધ:વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને રાહુલ ગાંધીની અટકાયત સામે વરસાદમાં વિરોધ પ્રદર્શન કર્યું

    13 hours ago

    દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં આજે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ "લાઠી નહીં, સંવાદ જોઈએ" ના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પોતાની વિવિધ માંગણીઓ અને વારંવાર થતી પેપર લીકની ઘટનાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જ અને ટિયર ગેસના ઉપયોગ સામે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પંચમહાલ યુથ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવાને બદલે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા તેમના પર દમન ગુજારવામાં આવ્યું છે. આ દમનના વિરોધમાં પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ મેદાનમાં આવી છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓના મુદ્દે પ્રધાનમંત્રી નિવાસસ્થાન બહાર શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે સમયે તેમની સાથે કરાયેલી ગેરવર્તણૂક અને અટકાયત પણ આ વિરોધ પ્રદર્શનનું એક કારણ હતું. ગોધરાના પ્રભા પુલ પર, આઇ.ટી.આઇ. કોલેજ નજીક પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ભારે વરસાદ વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ હાથમાં "લાઠી નહીં, સંવાદ જોઈએ" લખેલા પોસ્ટરો સાથે વિરોધ દર્શાવ્યો હતો. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પર પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ:CJP સમર્થકોએ પથ્થરમારો કર્યો, પોલીસે ટીયર ગેસ છોડ્યા
    Next Article
    જામનગરના યુવકે ઇરાકના કરબલામાં તિરંગો લહેરાવી દેશપ્રેમનો સંદેશ આપ્યો:ઇમામ હુસૈનની મઝારે જામનગરના સોયબ લાખાએ રાષ્ટ્રીય ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment