Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં ધોધમાર વરસાદ:વાલોડમાં 4.61 ઈંચ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા; 50થી વધુ રસ્તા બંધ

    14 hours ago

    તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. તકેદારીના ભાગરૂપે જિલ્લામાં 50થી વધુ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વાલોડ અને વ્યારા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના આંકડા મુજબ, વાલોડમાં 4.61 ઈંચ, વ્યારામાં 4.33 ઈંચ, ઉકાઈમાં 3.46 ઈંચ, સોનગઢમાં 3.11 ઈંચ, ડોલવણમાં 2.83 ઈંચ, નિઝરમાં 1.1 ઈંચ અને ઉચ્છલમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે. કુકરમુંડામાં 24 મિલીમીટર વરસાદ પડ્યો હતો. અવિરત વરસાદને કારણે જિલ્લાના મુખ્ય મથક વ્યારા સહિતના શહેરી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કાનપુરા ગ્રામ પંચાયતની ઓમ સોસાયટીમાં પાણી ફરી વળ્યા હતા. વ્યારાના કણજા ફાટક પાસેના ગરનાળામાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ ઉપરાંત, વ્યારાની ફ્લાવર સિટીના ગેટથી લઈને ગિરનાર સોસાયટી સુધીના માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદને કારણે જિલ્લાના નદી-નાળા બે કાંઠે વહેતા થયા છે. સુરક્ષા અને સાવચેતીના પગલાં રૂપે, તંત્ર દ્વારા લો-લેવલ એપ્રોચ બ્રિજ સહિત 50થી વધુ ગ્રામીણ અને મુખ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્રએ લોકોને નદી-નાળા કે કોઝવે ઓળંગતી વખતે સાવચેતી રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના યુવકે ઇરાકના કરબલામાં તિરંગો લહેરાવી દેશપ્રેમનો સંદેશ આપ્યો:ઇમામ હુસૈનની મઝારે જામનગરના સોયબ લાખાએ રાષ્ટ્રીય ગૌરવ વધાર્યું
    Next Article
    હનીટ્રેપમાં ફસાવી મહિલાએ બળાત્કારના કેસની ધમકી આપી રૂ.1.50 લાખ પડાવ્યાં:પ્રભાસ પાટણ પોલીસે ચારા માર્કેટ વિસ્તારમાં દરોડો પાડી મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment