Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કતલખાને લઈ જવાતો પાડો બચાવાયો:ગૌ રક્ષકોએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી

    8 hours ago

    મોરબી નજીક ગૌ રક્ષકોએ કતલખાને લઈ જવાતા એક પાડાને બચાવ્યો છે. આ ઘટના વાંકાનેર-કંડલા હાઈવે રોડ પર આવેલા પરમેશ્વર કાંટા સામે રામદેવ હોટલ નજીક બની હતી. પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગૌ રક્ષકો દ્વારા એક સીએનજી રિક્ષા નંબર GJ-36-W-0655ને રોકવામાં આવી હતી. પોલીસની હાજરીમાં તપાસ કરતા, રિક્ષામાં પાડાને કોઈપણ પ્રકારની વ્યવસ્થા જેમ કે ઘાસચારો કે પાણી વગર બાંધીને લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રભુ કૃપા ટાઉનશીપ, શુભ વિલામાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ પારેજીયા (ઉંમર 31) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મહેબૂબભાઈ અનવરભાઈ મેઘાણી (ઉંમર 42, રહે. ફૂલ ગલી, મોચી શેરી, શક્તિ ચોક, મોરબી) અને હુસેનભાઈ કાસમભાઈ કટારીયા (ઉંમર 50, રહે. શક્તિ ચોક, કુબેરનાથ મંદિર સામે, મોરબી) વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. આ કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌવર્ધન પરિષદ દિલ્હી, હિન્દુ યુવા વાહિની અને કચ્છ ગૌરક્ષકની ટીમો સામેલ હતી.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં 11ખાદ્ય પેઢીઓમાં ફૂડ સેફ્ટીનું ચેકિંગ:9 TPC ટેસ્ટ કરાયા, 21 કિલો વાસી તેલ-ખાદ્ય સામગ્રીનો નાશ
    Next Article
    રેલવે ટ્રેકના ધોવાણ બાદ 8 ટ્રેનો ડાયવર્ટ અને 1 રદ:વલસાડમાં ભારે વરસાદથી રેલ વ્યવહારને અસર, વડોદરા રેલવે સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરુ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment