Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે ટ્રેકના ધોવાણ બાદ 8 ટ્રેનો ડાયવર્ટ અને 1 રદ:વલસાડમાં ભારે વરસાદથી રેલ વ્યવહારને અસર, વડોદરા રેલવે સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરુ કરાયું

    7 hours ago

    વલસાડ જિલ્લામાં સાર્વત્રિક અને ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવાની સાથે સાથે રેલવે સેવાઓ પર પણ તેની ગંભીર અસર જોવા મળી છે. ખાસ કરીને પારડી અને ઉદવાડા સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જવાના કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. રેલ વ્યવહાર ખોરવાતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ અનેક મુસાફરો અટવાઈ પડયા હતા. જેઓ માટે રેલવે સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરુ કરાયું છે. ટ્રેનના રૂટમાં ફેરફાર થતા મુસાફરો અટવાયા વરસાદી પાણીના ભારે પ્રવાહને લીધે ટ્રેક નીચેથી માટી અને બેલાસ્ટ તણાઈ જતાં સુરક્ષાના કારણોસર આ રૂટ પરથી પસાર થતી વિવિધ ટ્રેનોના સંચાલન પર તાત્કાલિક અસરથી રોક લગાવવી પડી છે, જેના કારણે લાંબા અંતરના મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રેલવે ટ્રેક ધોવાઈ જવાના કારણે સુરક્ષા અને મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપતા પશ્ચિમ રેલવે દ્વારા તાત્કાલિક નિર્ણય લઈને કુલ 8 જેટલી મુખ્ય ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે 1 ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. રૂટમાં ફેરફારના કારણે મુસાફરોએ હાલાકી વેઠવી પડી હતી. ટ્રેનની સ્થિતિની જાણકારી માટે હેલ્પ ડેસ્ક રૂટમાં અચાનક થયેલા આ ફેરફારોના કારણે મુસાફરો અટવાઈ ન પડે અને તેમને મુસાફરી સંબંધિત સમયસર સાચી માહિતી મળી રહે તે માટે વડોદરા રેલવે સ્ટેશન પર વિશેષ હેલ્પ ડેસ્ક કાર્યરત કરી દેવામાં આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા તમામ મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની ટ્રેનની વર્તમાન સ્થિતિ અને સમયપત્રકની જાણકારી મેળવવા માટે આ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરે. ટ્રેકની મરમતનું કામ યુદ્ધના ધોરણે ચાલુ બીજી તરફ, આ પરિસ્થિતિને વહેલી તકે થાળે પાડવા માટે પશ્ચિમ રેલવેનો એન્જિનિયરિંગ અને ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને ટ્રેકની મરામતનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદ વચ્ચે પણ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને ટ્રેકનું રિપેરિંગ પૂર્ણ કરવા પ્રયાસો થઈ રહ્યા છે. રેલવે તંત્ર સંપૂર્ણપણે સક્રિય બનીને કાર્યરત છે જેથી ટ્રેક સુધારણા પૂર્ણ થતાં જ તમામ રેલવે સેવાઓ વહેલી તકે પુનઃ પૂર્વવત બનાવી શકાય અને મુસાફરોની અવરજવર સામાન્ય થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં કતલખાને લઈ જવાતો પાડો બચાવાયો:ગૌ રક્ષકોએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી
    Next Article
    वांगचुक को लेकर पोलिटिक्स, मंत्री मिल आए, विपक्ष को मिलने से रोका, धर्मेंद्र के इस्तीफ़े पर अड़ी CJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment