Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં 11ખાદ્ય પેઢીઓમાં ફૂડ સેફ્ટીનું ચેકિંગ:9 TPC ટેસ્ટ કરાયા, 21 કિલો વાસી તેલ-ખાદ્ય સામગ્રીનો નાશ

    9 hours ago

    જામનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દ્વારકા શહેરમાં ખાદ્ય પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. નાગરિકો અને યાત્રિકોને સ્વચ્છ તથા ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી આ કાર્યવાહી કરાઈ હતી. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) મારફતે કુલ ૧૧ ખાદ્ય પેઢીઓના રસોડા અને ખાદ્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન, ખાદ્ય પેઢીઓમાં રસોઈ માટે વપરાતા તેલની ગુણવત્તા ચકાસવા માટે નવ TPC (Total Polar Compounds) ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ચકાસણીમાં અયોગ્ય જણાયેલું અંદાજે ૨૧ કિલો તેલ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, નિરીક્ષણ દરમિયાન મળી આવેલી અન્ય વાસી ખાદ્ય સામગ્રીનો પણ નાશ કરાવી તેનો ઉપયોગ અટકાવવામાં આવ્યો હતો. અધિકારીઓએ TPC મીટરની મદદથી રસોઈના તેલનો વારંવાર ઉપયોગ થાય છે કે કેમ અને તેની ગુણવત્તા જળવાઈ છે કે નહીં તેની સ્થળ પર તપાસ કરી હતી. તેમણે રસોડાની સ્વચ્છતા અને ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રીનું પણ નિરીક્ષણ કર્યું હતું. દ્વારકા એક ધાર્મિક અને પ્રવાસન નગરી હોવાથી, સ્થાનિક નાગરિકો ઉપરાંત મોટી સંખ્યામાં યાત્રિકો ભોજન અને નાસ્તા માટે ખાદ્ય પેઢીઓ પર નિર્ભર રહે છે. લોકોના જાહેર આરોગ્ય અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવા માટે આવી નિયમિત તપાસ અત્યંત મહત્વપૂર્ણ છે.
    Click here to Read More
    Previous Article
    મદ્રેસામાં શિક્ષણના નામે બાળકોના મગજમાં 'ઝેર' ભરતા મૌલાનાની ધરપકડ:બાળકોની નોટબુક્સમાંથી ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવા લખાણ મળ્યા, ફંડ પુરું પાડનારાઓની પૂછપરછ શરૂ
    Next Article
    મોરબીમાં કતલખાને લઈ જવાતો પાડો બચાવાયો:ગૌ રક્ષકોએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment