Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મદ્રેસામાં શિક્ષણના નામે બાળકોના મગજમાં 'ઝેર' ભરતા મૌલાનાની ધરપકડ:બાળકોની નોટબુક્સમાંથી ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવા લખાણ મળ્યા, ફંડ પુરું પાડનારાઓની પૂછપરછ શરૂ

    12 hours ago

    ભાવનગરના સિદસર વિસ્તારમાં ગેરકાયદે મદ્રેસા ચલાવી બાળકોના મગજમાં 'ઝેર' ભરતા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. 21 જુલાઈએ ભાવનગર પોલીસે મદ્રેસા પર દરોડો પાડી કેટલાક શંકાસ્પદ સાહિત સાથે મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી. ઉર્દુ અને અરબીમાં લખાયેલા સાહિત્યનું ટ્રાન્સલેશન કરાતા રાષ્ટ્રીય અખંડતતાને નુકસાન પહોંચાડનારી અને ધાર્મિક વૈમનસ્ય ફેલાય તે પ્રકારની વિગત હોવાનું સ્પષ્ટ થયું છે. મૌલાના સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી લેવામાં આવી છે. આ મદ્રેસા ચલાવવા માટે ભાવનગરમાં જ બે લોકો ફંડ આપતા હોવાનું ખુલતા તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૌલાના દ્વારા વિશેષ સમુદાયના ગરીબ વર્ગના બાળકોને ટાર્ગેટ કરી અલગ અલગ પ્રલોભન આપી શિક્ષણના નામે અહીં બોલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.ઘટનાસ્થળે અભ્યાસ કરતા બાળકોની નોટબુક્સની તપાસ કરતા તેમાંથી પણ વાંધાજનક લખામ મળી આવ્યા હતા. 21 તારીખે સિદસરમાં ચાલતા ગેરકાયદે મદ્રેસાનો પર્દાફાશ થયો હતો ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું કે, 21 જુલાઈએ સિદસર 25 વારિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કામગીરી કરી હતી. જેમાં એક ધાર્મિક સ્ટ્રકચર મળી આવ્યું હતું.ઘટનાસ્થળેથી 26 વર્ષીય મૌલાના સફીક મરેડિયા મળી આવ્યો હતો. સ્થળની તપાસ દરમિયાન અમને ઘણા બધા એવા સાહિત્ય મળ્યા, જેમાં ખાસ કરીને બીજા ધર્મોના દેવી-દેવતાઓ માટે સારા શબ્દો નહોતા લખ્યા. પછી વધુ સાહિત્ય વાંચવામાં આવ્યું તો એ ઉર્દૂ અથવા અરબીક હોય એવું લાગતું હતું. મૌલાનાની અટક કરી પૂછપરછ કરતા તે ઓક્ટોબર 2023-2024થી અહીંયા રહે છે. ગેરકાયદે મદ્રેસા ચલાવીએક ચોક્કસ સમુદાયના બાળકોને શિક્ષણ આપતો હતો. હાઉસિંગ બોર્ડના 110,111,112 નંબરના મકાનમાં મદ્રેસા ચાલતુ હતું. નિયમ મુજબ હાઉસિંગ બોર્ડની પ્રોપર્ટી ખરીદ-વેચાણ થઈ શક્તિ નથી અને કોઈ ધાર્મિક હેતુ માટે વાપરી પણ શકાતી નથી. સિદસરમાં ધમધમતા ગેરકાયદે મદ્રેસાની તસવીર બાળકોની નોટબુક્સમાંથી પણ વાંધાજનક લખાણ મળ્યા ઘટનાસ્થળની તલાશી લેતા પોલીસને ઉર્દુ અને અરેબિક ભાષાના લખાણ વાળા પુસ્તકો અને સાહિત્ય મળી આવ્યું હતું. જેનું ભાષાંતર કરવામાં આવતા તેમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાય તે પ્રકારનું લખાણ હોવાનું ફલિત થયું છે. બાળકોની જે નોટબુક્સ મળી આવી હતી તેમાં પણ વાંધાજનક લખાણ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ચોક્કસ સમુદાયના ગરીબ બાળકોને ટાર્ગેટ કરાતા ​શફિક ઓક્ટોબર 2024માં સિદસર આવ્યો હતો. એક સમુદાય વિશેષના લોકોને ટાર્ગેટ કરતો હતો જેઓ ખૂબ ગરીબ હોય છે. તેમને પ્રલોભન આપતો હતો કે, તમે અમારી સાથે જોડાયેલા રહો, તમારા બાળકોને અહીં મોકલતા રહો તો અમે તમને ફાઇનાન્સિયલ સપોર્ટ આપીશું અને બીજી જે મદદ હશે એ કરીશું.પોલીસે આ લોકોના પણ નિવેદન લેવાની શરૂઆત કરી છે. મૌલાનાને ફંડિંગ કરનારા બે લોકોની પૂછપરછ શરૂ શફિક મરેડિયાને ફંડિગ કરનારા બે લોકોના નામ ખૂલતા પોલીસે તેઓની પૂછપરછ શરૂ કરી છે. ASPએ વધુમાં જણાવ્યું હતું કે, જે સાહિત્ય મળ્યું છે તેમાં ખાસ કરીને વારંવાર 'રીલિજિયસ વોર' (ધાર્મિક યુદ્ધ)ની વાતો, ભેગા થવાની વાતો, અને કોઈ ગુપ્ત ફોજ/સેના બનાવવાની વાતો કરવામાં આવી છે. આ પ્રકારની વાતો કરવામાં આવી છે જે સમાજમાં કટ્ટરતા ફેલાવે છે. તેના આધારે અમે FIR નોંધી છે. આમાં અત્યાર સુધી કોઈ ટેરર મોડ્યુલ જેવું મળ્યું નથી.એ દિશામાં પણ અમારું કામ ચાલુ છે. ભરૂચ કનેક્શન પર પણ અમે તજવીજ કરી રહ્યા છીએ. મૌલાના શફિક મરેડિયા સામે વરતેજ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 196(1)(એ),196(1)(બી),196(2), 197(1)(સી), 197(1)(ડી), 197(2), 299, 3(5) 54 મુજબ ફરિયાદ દાખલ કરી કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર શરૂ:કલોલના અઢી વર્ષના માસૂમ બાળકના મોતથી આરોગ્ય તંત્ર દોડતું, જાસપુર અને ચંદ્રાલામાં ડોર ટુ ડોર સર્વેલન્સ
    Next Article
    દ્વારકામાં 11ખાદ્ય પેઢીઓમાં ફૂડ સેફ્ટીનું ચેકિંગ:9 TPC ટેસ્ટ કરાયા, 21 કિલો વાસી તેલ-ખાદ્ય સામગ્રીનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment