Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર શરૂ:કલોલના અઢી વર્ષના માસૂમ બાળકના મોતથી આરોગ્ય તંત્ર દોડતું, જાસપુર અને ચંદ્રાલામાં ડોર ટુ ડોર સર્વેલન્સ

    10 hours ago

    રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા વાયરલ ઇન્ફેક્શન અને ખાસ કરીને અત્યંત સસ્પેશિયસ ગણાતા ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો વ્યાપ હવે પાટનગર ગાંધીનગર જિલ્લા સુધી વિસ્તર્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસો નોંધાતાં સમગ્ર આરોગ્ય વિભાગમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ છે. જે પૈકી કલોલ તાલુકાના જાસપુર ગામે સીમ વિસ્તારમાં વસવાટ કરતા અઢી વર્ષના માસૂમ બાળકનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકની તબિયત લથડતા ગાંધીનગર સિવિલ લઈ જવાયું કલોલના જાસપુર વિસ્તારમાં ખેતર નજીક રહેતા અઢી વર્ષના બાળકને ચાર દિવસ અગાઉ અચાનક સખત તાવ આવવા સાથે ખેંચની ગંભીર અસર જોવા મળી હતી. પરિસ્થિતિ વણસતા પરિવારજનો દ્વારા બાળકને તાત્કાલિક સ્થાનિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ બાળકની ગંભીર સ્થિતિને ધ્યાને રાખી વધુ તબીબી સંભાળ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને તબીબો દ્વારા બાળકના લોહીના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. પૃથ્થકરણમાં બાળક ચાંદીપુરા વાયરસ સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગત રાત્રે સારવાર દરમિયાન આ માસૂમ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. વાયરસના ચેપનું મૂળ શોધવા માટે જાસપુર ખાતેથી આરોગ્ય વિભાગે એક સેન્ડફ્લાય (રેતીની માખી) અને પશુઓના દસ જેટલા બ્લડ સેમ્પલ એકત્રિત કરીને ખાસ સઘન તપાસ અર્થે પ્રયોગશાળામાં મોકલી આપ્યા છે. 15 વર્ષના કિશોરમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો બીજી તરફ ગાંધીનગર જિલ્લાના જ ચંદ્રાલા ગ્રામ્ય વિસ્તારમાં ખેતર નજીક રહેતા 15 વર્ષના અન્ય એક કિશોરમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. આ બાળકને ત્વરિત તબીબી સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે તબીબોના જણાવ્યા અનુસાર હાલ આ કિશોરની શારીરિક હાલત સ્થિર અને સુધારા પર છે તેમ છતાં તેના પર સતત ચોવીસ કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. જાસપુર અને ચંદ્રાલામાં ડોર ટુ ડોર સર્વેલન્સ જિલ્લામાં ચંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થતાં જ ગાંધીનગર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. એ. જે. વૈષ્ણવ પોતાની નિષ્ણાત ટીમ સાથે તાત્કાલિક અસરથી બંને અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાતે દોડી ગયા હતા. તંત્ર દ્વારા જાસપુર અને ચંદ્રલા ગામોમાં અસરગ્રસ્ત પરિવારોના ઘર સિવાય આસપાસના આશરે પચાસથી વધુ મકાનોમાં સઘન હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ, ડસ્ટિંગ અને મેલાથિયોન પાવડરના છંટકાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં અન્ય કોઈ વ્યક્તિ કે બાળકમાં આ પ્રકારના શંકાસ્પદ લક્ષણો છે કે કેમ તેની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે. લોકોને સાવચેતી રાખવા ખાસ અપીલ આરોગ્ય તંત્ર દ્વારા સ્થાનિક ગ્રામજનોને આ ઘાતક વાયરસથી બચવા માટે ખાસ જાગૃતિ અને સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. તબીબી ટીમો દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે કે નાના બાળકોને ખાસ કરીને રાત્રિના સમયે મચ્છરદાનીમાં સુવડાવવાની ટેવ પાડવી. તે ઉપરાંત કાચા અને માટીના ઘરોની દીવાલોમાં પડતી તિરાડોને માટીના લીંપણથી તાત્કાલિક પૂરી દેવી, પશુઓ માટેના ઢોરવાડા તથા ઘરની આસપાસના ભેજવાળા અને અંધારા વાળા ખૂણાઓમાં નિયમિત સફાઈ અને કીટકનાશકનો છંટકાવ કરવો જેથી રેતીની માખીનો ઉપદ્રવ અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    પ્રભાસ પાટણમાં ખંડણી અને ધમકીના ગુનામાં 3 આરોપીઓ ઝડપાયા:પ્રેમજાળમાં ફસાવી દુષ્નીકર્મ ધમકી આપી ખંડણી ઉઘરાવના ગુનામાં મહિલા સહિત 3 આરોપી ઝડપાયા
    Next Article
    મદ્રેસામાં શિક્ષણના નામે બાળકોના મગજમાં 'ઝેર' ભરતા મૌલાનાની ધરપકડ:બાળકોની નોટબુક્સમાંથી ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવા લખાણ મળ્યા, ફંડ પુરું પાડનારાઓની પૂછપરછ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment