Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદો સાંભળી:સમયમર્યાદામાં કાયમી ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી

    8 hours ago

    ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકોના વિવિધ પ્રશ્નો અને ફરિયાદો સાંભળીને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે સમયમર્યાદામાં અસરકારક અને કાયમી નિવારણ લાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોએ સનવાવ ગામના જર્જરિત બસસ્ટેન્ડના ડિમોલેશન, પી.એમ. કિસાન યોજના હેઠળ સહાયના હપ્તા ન મળવા, જમીનના 7/12ના ઓનલાઈન ઉતારા ઉપલબ્ધ ન થવા જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, જાહેર રસ્તા પર ગેરકાયદેસર દિવાલ દૂર કરવા અને કાજલી ગામતળ વિસ્તારમાં રહેણાંક દબાણ દૂર કરવાની પણ રજૂઆતો થઈ હતી. વિદ્યાર્થીઓને બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવા, સન્માન યોજના હેઠળની પડતર અરજીઓનો નિકાલ કરવા, ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવા તેમજ જમીન માપણી અને ડ્રેનેજ સંબંધિત પ્રશ્નો પણ નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ દરેક અરજીને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને અરજદારને સંતોષ થાય તે રીતે હકારાત્મક અભિગમ સાથે સમયસર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકોને નાના પ્રશ્નો માટે જિલ્લાકક્ષાએ ધક્કા ખાવા ન પડે. આ માટે તાલુકા કક્ષાએ જ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે અને વિવિધ વિભાગો પરસ્પર સંકલનથી કામગીરી કરે તે જરૂરી છે. જિલ્લા કલેક્ટરે અધિકારીઓને દરેક અરજીનો સમયમર્યાદામાં નિકાલ કરીને કાયમી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. ફરિયાદોના નિવારણમાં પારદર્શિતા અને જવાબદારી જળવાય તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'આજે તો બચી ગઈ છે, હવે જીવતી નહીં રાખું':મહેસાણાના જોરણંગમાં મહિલાને સંબંધ રાખવા દબાણ, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી; લાઘણજ પોલીસમાં ફરિયાદ
    Next Article
    આણંદમાં મોપેડ ચોરીનો ભેદ ઉકેલાયો:વડોદરાનો આરોપી રૂપિયા 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment