Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આજે તો બચી ગઈ છે, હવે જીવતી નહીં રાખું':મહેસાણાના જોરણંગમાં મહિલાને સંબંધ રાખવા દબાણ, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી; લાઘણજ પોલીસમાં ફરિયાદ

    9 hours ago

    મહેસાણા તાલુકાના જોરણંગ ગામમાં એક મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ સંબંધ રાખવા માટે દબાણ કરવું ગાળો આપવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પીડિત મહિલાએ લાઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોરણંગ પરા વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠાબેન બાબુભાઈ શંભુદાસ પ્રજાપતિએ જણાવ્યું છે કે તેમના લગ્નને આશરે 22 વર્ષ થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ન રહેતા છેલ્લા સાત વર્ષથી તેઓ છૂટાછેડા લઈને પોતાના બે સંતાનો સાથે પિયર ખાતે રહે છે. પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું તેમણે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 20 જુલાઈની સાંજે તેઓ પોતાના બાળકો સાથે ઘરે હાજર હતા, ત્યારે ગામના મુકેશભાઈ શંભુભાઈ રાવળ તેમના ઘરે આવ્યા હતા. આરોપીએ દરવાજો ખોલતા જ ગાળો આપી માર માર્યો હતો અને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું. મહિલાએ સ્પષ્ટ ઇનકાર કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને દરરોજ ફોન કરીને વાત કરવાની ફરજ પાડવાની માંગ કરી હતી. 'આજે તો બચી ગઈ છે, હવે જીવતી નહીં રાખું' મહિલાના જણાવ્યા અનુસાર, ઇનકાર કરતા આરોપીએ અશ્લીલ ગાળો આપી બદનામ કરવાની તેમજ સંબંધ નહીં રાખે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકીઓ આપી હતી. દરમિયાન મહિલાએ પોતાના ભાઈને ફોન કરતાં તે સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યારબાદ પણ આરોપી ગાળો બોલતો રહ્યો હતો અને જતાં જતાં 'આજે તો બચી ગઈ છે, હવે જીવતી નહીં રાખું' તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. મહિલાની આરોપી સામે કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, છેલ્લા બે દિવસથી આરોપી રાત્રિના સમયે તેમના ઘરે આવી દરવાજા ખખડાવી હેરાન કરતો હતો અને વિરોધ કરતાં ગાળો બોલી બદનામ કરવાની ધમકીઓ આપતો હતો. આ અંગે અગાઉ પરિવારજનો સાથે પોલીસ સમક્ષ અરજી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા બોલાવવામાં આવતા મહિલાએ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ સમરાંગણ બન્યું, વિદ્યાર્થીઓ આક્રમક બન્યા:'ગલી ગલી મે શોર હૈ, મોદી સરકાર ચોર હૈ'ના નારા લાગ્યા, પોલીસે પ્રદર્શનકારીઓને દોડાવ્યા; ધક્કા મારી-મારીને બસમાં ભર્યા
    Next Article
    કલેક્ટરે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદો સાંભળી:સમયમર્યાદામાં કાયમી ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment