Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ સમરાંગણ બન્યું, વિદ્યાર્થીઓ આક્રમક બન્યા:'ગલી ગલી મે શોર હૈ, મોદી સરકાર ચોર હૈ'ના નારા લાગ્યા, પોલીસે પ્રદર્શનકારીઓને દોડાવ્યા; ધક્કા મારી-મારીને બસમાં ભર્યા

    19 hours ago

    દિલ્હીમાં વડાપ્રધાન આવાસ બહાર રાહુલ ગાંધીના ધરણા બાદ NEET પેપર લીક વિવાદમાં કોંગ્રેસે પોતાનું આક્રમક વલણ જાળવી રાખ્યું છે. આજે 22 જુલાઈના રોજ વહેલી સવારે 10 વાગ્યાના સુમારે અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતેથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલી યોજવામાં આવી હતી. રાજીવ ગાંધી ભવનથી નીકળેલી આ રેલી ચાર રસ્તા પાસે પહોંચતા જ વાતાવરણ ગરમાયું હતું અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો તથા પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. કાર્યકરો પોલીસ વાહન પર ચડી જતાં સ્થિતિ બેકાબૂ બની હતી, જેને પગલે ધારાસભ્ય અમિત ચાવડા અને ઈમરાન ખેડાવાલા સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને ત્રણ બસ ભરીને કાર્યકરોના કાફલાની અટકાયત કરવામાં આવી છે. આ વિરોધને પગલે ગુજરાત યુનિવર્સિટી, L.D. એન્જિનિયરિંગ કૉલેજ અને IIM રોડ પોલીસ બંદોબસ્ત સાથે છાવણીમાં ફેરવાઈ ગયો છે. NEET મુદ્દે ગુજરાત યુનિ. પાસે વિદ્યાર્થીઓનો વિરોધ 5 તસવીરમાં ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં NEETની પરીક્ષા અગાઉ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ પહોંચ્યા હતા. પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, મારા દીકરાએ પણ જીવ ગુમાવ્યો છે એટલે હું દિલ્હી વિરોધમાં ગયો હતો આજે અમદાવાદ આવ્યો છું. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર ગઇકાલે કરેલા પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આજે બપોરે 2 વાગ્યે ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મોટી સંખ્યામાં કાર્યકરોને લઈને પહોંચ્યા હતા. તો અમિત ચાવડાએ કાર્યકરો સાથે કાર્યાલયની સીડી પર જ મોરચો સંભાળ્યો હતો. અંદાજિત એક કલાકના સૂત્રોચ્ચાર બાદ ભાજપના નેતાઓ પરત ફર્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદી અને અમિત શાહનો દેશવાસીઓ જવાબ માંગશે. નેપાળમાં નેતાઓને જે રીતે દોડાવીને માર્યા હતા તેની ભારતમાં દિલ્હીથી શરૂઆત થઈ ગઈ છે. NEET મુદ્દે કોંગ્રેસનો વિરોધ 5 તસવીરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે દેશની 140 કરોડ જનતા, દેશનો યુવા કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. સંસદની અંદર જ્યારે NEET મુદ્દે ચર્ચા કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું, આ ચર્ચા કરવાની જગ્યાએ આ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશના યુવાનોને ભ્રમિત કરવાનું કામ કરે છે. આ દેશની જનતા ક્યારેય રાહુલ ગાંધીને માફ નહીં કરે. આ અરાજકતા ફેલાવવાનું કામ આખા દેશમાં કર્યું છે. કોંગ્રેસ કાર્યાલયે ભાજપનો વિરોધ 3 તસવીરમાં જુઓ દિવસભરની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    Editor's View: 12 વર્ષમાં પહેલીવાર મોદી ભયભીત:24 કલાકમાં સમયનું ચક્ર ફરી ગયું, યુવાઓ પર બર્બરતાથી વરસાવી સરકાર મોટી ભૂલ કરી ગઇ, સડકથી સંસદ સુધી સંગ્રામ
    Next Article
    'આજે તો બચી ગઈ છે, હવે જીવતી નહીં રાખું':મહેસાણાના જોરણંગમાં મહિલાને સંબંધ રાખવા દબાણ, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી; લાઘણજ પોલીસમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment