Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિતપુર ગામમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પરેશાન:ચોમાસામાં ચિતપુરનો નિશાળ ફળિયા માર્ગ કાદવ-કીચડથી નરકાગાર બન્યો

    1 day ago

    તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામમાં રસ્તાઓની અત્યંત દયનીય સ્થિતિને કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાટીબંધારા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા આ ગામના નિશાળ ફળિયા સહિતના આંતરિક અને મુખ્ય માર્ગો ચોમાસું શરૂ થતાં જ કાદવ-કીચડથી ભરાઈ ગયા છે. લાંબા સમયથી રસ્તાઓનું નિર્માણ કે રિપેરિંગ ન થવાને કારણે માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તો ચાલવા અયોગ્ય બની ગયો છે. બિસ્માર માર્ગના કારણે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વડીલોને હાલાકી ભોગવવી પડી રહી છે, જ્યારે ટૂ-વ્હીલર ચાલકો લપસી પડવાના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયતની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની આ વિકટ પરિસ્થિતિમાં અકસ્માતો અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓનું મરામત કામ શરૂ કરવામાં આવે તેવી ચિતપુરના સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર રેલવેને બે બિનવારસી મોટરસાયકલ મળ્યા:રેલવે પાર્સલ ઓફિસમાંથી મળેલા બે વાહનો પરત મેળવવા માલિકોને અપિલ
    Next Article
    સોજીત્રા પોલીસે એક વર્ષથી ગુમ સગીરાને મુક્ત કરાવી:રાજકોટથી અપહૃત સગીરા મળી, આરોપીની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment