Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રેલવેને બે બિનવારસી મોટરસાયકલ મળ્યા:રેલવે પાર્સલ ઓફિસમાંથી મળેલા બે વાહનો પરત મેળવવા માલિકોને અપિલ

    1 day ago

    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે ભાવનગર ટર્મિનસ સ્ટેશનના પાર્સલ ઓફિસમાંથી મળેલી બે બિનવારસી મોટરસાયકલોના વાસ્તવિક માલિકોને ઓળખ કરી વાહન પરત મેળવવા અપીલ કરી છે. યાત્રિકોની સુવિધા અને તેમની મિલકત સુરક્ષિત રીતે પરત પહોંચાડવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મુસાફરોનો ખોવાયેલો સામાન સુરક્ષિત રીતે સાચવી, નિયમાનુસાર તેના વાસ્તવિક માલિકને પરત આપવો એ રેલવેની પ્રાથમિકતા છે. પ્રથમ વાહન કાળા રંગની હીરો હોન્ડા પેશન (નોંધણી નંબર: GJ-01 CM-8118) છે, જે સરખેજ ખાતેથી મળી હતી. બીજું વાહન હીરો હોન્ડા સ્પ્લેન્ડર (નોંધણી નંબર: GJ-01 EK-0992) છે, જે ધોળકા ખાતેથી મળી હતી. ભાવનગર ટર્મિનસના કોચિંગ સુપરવાઇઝરે સંબંધિત વાહન માલિકો અથવા તેમના અધિકૃત પરિવારજનોને વિનંતી કરી છે કે તેઓ વાહનની માલિકી અને ઓળખ સંબંધિત જરૂરી દસ્તાવેજો સાથે પાર્સલ ઓફિસનો સંપર્ક કરે. નિયમાનુસાર ચકાસણી પૂર્ણ થયા બાદ મોટરસાયકલ તેમને સુપરત કરવામાં આવશે.રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે જો નિર્ધારિત પ્રક્રિયા દરમિયાન આ વાહનોના વાસ્તવિક માલિકો સામે નહીં આવે અથવા માલિકી સાબિત નહીં કરી શકે, તો રેલવે અધિનિયમ, 1989 ની કલમ 83/84 હેઠળની જોગવાઈઓ મુજબ આ વાહનોનો નિકાલ હરાજીની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. પશ્ચિમ રેલવે તમામ મુસાફરોને અપીલ કરે છે કે તેઓ મુસાફરી દરમિયાન પોતાના સામાનની સુરક્ષા અંગે સજાગ રહે. કોઈપણ પ્રકારનો બિનવારસી સામાન નજરે પડે તો તેની જાણ તાત્કાલિક નજીકના રેલવે કર્મચારી અથવા રેલવે સુરક્ષા બળ (RPF) ને કરવી. મુસાફરોના સહકારથી સુરક્ષિત, સલામત અને વધુ સારી રેલ મુસાફરી સુનિશ્ચિત કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં ચાંદીપુરા પોઝિટિવ 3 દર્દી સારવાર હેઠળ:1ને ડિસ્ચાર્જ કરાયો, 27 દિવસમાં 5ના મોત; આરોગ્ય અધિકારીએ અહેવાલ રજૂ કર્યો
    Next Article
    ચિતપુર ગામમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પરેશાન:ચોમાસામાં ચિતપુરનો નિશાળ ફળિયા માર્ગ કાદવ-કીચડથી નરકાગાર બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment