Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં ચાંદીપુરા પોઝિટિવ 3 દર્દી સારવાર હેઠળ:1ને ડિસ્ચાર્જ કરાયો, 27 દિવસમાં 5ના મોત; આરોગ્ય અધિકારીએ અહેવાલ રજૂ કર્યો

    1 day ago

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 27 દિવસમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના નવ કેસ નોંધાયા છે. આમાંથી ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે પાંચ દર્દીઓના મોત થયા છે. હાલ ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. આ માહિતી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરિયાએ જણાવ્યું હતું કે, 26 જૂનથી 22 જુલાઈ સુધીના સમયગાળામાં આ નવ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી છ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે ત્રણ પોઝિટિવ જણાયા છે. વિજયનગરના બિલાડીયા ગામનો ત્રણ વર્ષનો એક બાળક સાજો થઈ જતાં તેને રજા આપવામાં આવી હતી. હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે કુલ 15 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી સારવાર દરમિયાન 12 બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળક સ્વસ્થ થતાં તેને રજા અપાઈ છે અને હાલ બે બાળકો સારવાર હેઠળ છે. આ 15 પૈકી ચાર બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા હતા, જ્યારે 11 બાળકોના રિપોર્ટ નેગેટિવ હતા. હાલ ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં તલોદના નાના ચેખલા ગામની ત્રણ વર્ષીય બાળકી 7 જુલાઈથી હિંમતનગર સિવિલ હોસ્પિટલના PICU વિભાગમાં વેન્ટિલેટર પર છે. પોશીનાના ઝીંઝણાટ ગામનો 10 વર્ષીય બાળક અને પોશીનાના ગણેર ગામની ત્રણ વર્ષીય બાળકી, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તે બંને વડનગર સિવિલ હોસ્પિટલના PICU માં વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. તાજેતરમાં વધુ બે બાળકોના મોત થયા હતા, જેના કારણે મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે. 18 જુલાઈએ પોશીનાના પીપળીયા ગામના પાંચ વર્ષીય બાળક શૈલેષ નવીનભાઈ ગમારને દાખલ કરાયો હતો. 20 જુલાઈએ તેનું સેમ્પલ લેવાયું અને 21 જુલાઈએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તે જ દિવસે સારવાર દરમિયાન તેનું મોત થયું. તેવી જ રીતે, 19 જુલાઈએ પ્રાંતિજના કાલીપુરા ગામની પાંચ વર્ષીય નક્ષત્રા પંકજભાઈ ડીડોરને દાખલ કરાઈ હતી. 20 જુલાઈએ સેમ્પલ લેવાયા બાદ 21 જુલાઈએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તે જ દિવસે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં બાળકો અને વાલીઓએ બનાવ્યા શૈક્ષણિક સાધનો:વ્યારા આંગણવાડીમાં બાળ દિવસની ઉજવણી, સર્જનાત્મક પ્રદર્શન યોજાયું
    Next Article
    ભાવનગર રેલવેને બે બિનવારસી મોટરસાયકલ મળ્યા:રેલવે પાર્સલ ઓફિસમાંથી મળેલા બે વાહનો પરત મેળવવા માલિકોને અપિલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment