Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં બાળકો અને વાલીઓએ બનાવ્યા શૈક્ષણિક સાધનો:વ્યારા આંગણવાડીમાં બાળ દિવસની ઉજવણી, સર્જનાત્મક પ્રદર્શન યોજાયું

    1 day ago

    વ્યારા-1 સંકલિત બાળ વિકાસ સેવા યોજનાના વ્યારા-9 કેન્દ્ર ખાતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, બાળકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.બાળકોનો ઉત્સાહ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લેનાર તમામ બાળકો તેમજ વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ વાલીઓ અને બાળકો દ્વારા સંયુક્તપણે તૈયાર કરાયેલા શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન હતું. ઘરમાં ઉપલબ્ધ નકામી વસ્તુઓમાંથી રમતા-રમતા શીખી શકાય તેવા વૈવિધ્યસભર અને સર્જનાત્મક મોડેલ્સ બનાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય બાળકોમાં સર્જનાત્મકતા ખીલવવાનો અને વાલીઓને બાળકના પ્રારંભિક શિક્ષણમાં સક્રિયપણે જોડવાનો હતો. ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોએ આ નવતર અભિગમને બિરદાવ્યો હતો અને બાળ વિકાસમાં સમુદાય તથા વાલીઓની ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દ.ગુજરાતમાં આભ ફાટ્યું, વલસાડમાં 10 ઇંચ:અતિભારે વરસાદની ચેતવણી, અમદાવાદમાં દીપડાની નવી અફવા, સુરતમાં પરિવાર ગરોળીવાળું શાક ખાઇ ગયો
    Next Article
    સાબરકાંઠામાં ચાંદીપુરા પોઝિટિવ 3 દર્દી સારવાર હેઠળ:1ને ડિસ્ચાર્જ કરાયો, 27 દિવસમાં 5ના મોત; આરોગ્ય અધિકારીએ અહેવાલ રજૂ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment