Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોજીત્રા પોલીસે એક વર્ષથી ગુમ સગીરાને મુક્ત કરાવી:રાજકોટથી અપહૃત સગીરા મળી, આરોપીની અટકાયત

    1 day ago

    આણંદ જિલ્લાના સોજીત્રા પોલીસે એક વર્ષ અગાઉ ગુમ થયેલી સગીરાના અપહરણના વણશોધાયેલા ગુનાનો ઉકેલ લાવી દીધો છે. પોલીસે સગીરાને હેમખેમ મુક્ત કરાવી તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. આ કાર્યવાહી અમદાવાદ વિભાગના અગ્રણી પોલીસ અધિકારી રાઘવેન્દ્ર વત્સ અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સૂચના હેઠળ હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સોજીત્રા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સી.સી. ચૌધરી અને તેમની ટીમે આ કેસની તપાસ તેજ કરી હતી. એક વર્ષ અગાઉ સોજીત્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 137(૨) હેઠળ અપહરણનો ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી અને સગીરા લાંબા સમયથી ગુમ હતા.પોલીસે આ કેસ ઉકેલવા માટે ભારત સરકારના 'સંચાર સાથી' અંતર્ગત આવતા CEIR (સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર) પોર્ટલ અને ટેક્નિકલ એનાલિસિસની મદદ લીધી હતી. આ ટેકનોલોજીના આધારે આરોપીનું લોકેશન રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સોમ પીપળીયા ગામ ખાતે હોવાનું સામે આવ્યું હતું. બાતમી મળતા જ સોજીત્રા પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડી સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે ખેડા જિલ્લાના માતર તાલુકાના બામણગામ દલોલીના વતની રામચંદ્ર દીપસંગભાઈ પરમાર નામના આરોપીને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ સગીરાનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી.પોલીસે ભોગ બનનાર સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી, તેનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યા બાદ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ સફળ કામગીરીમાં સોજીત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.સી. ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, મહેશકુમાર, ખુશ શરદકુમાર તેમજ જયરાજભાઈ સહિતના સ્ટાફે ટેકનોલોજીનો સચોટ ઉપયોગ કરીને પ્રશંસનીય યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ચિતપુર ગામમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પરેશાન:ચોમાસામાં ચિતપુરનો નિશાળ ફળિયા માર્ગ કાદવ-કીચડથી નરકાગાર બન્યો
    Next Article
    US-India Trade Deal Could Be Signed In 3-4 Months, US Official Says

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment