Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે સોલિડ વેસ્ટનું હોસ્પિટલ જાતે પ્રોસેસિંગ કરશે:સયાજી હોસ્પિટલને 'બલ્ક વેસ્ટ જનરેટર'ની કેટેગરીમાં સામેલ, વડોદરા મ્યુ. કમિશનરે મુલાકાત લીધી; નવી વ્યવસ્થા ઊભી કરાશે

    3 days ago

    વડોદરા જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ (SSG) ખાતે દરરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે. આ કારણે અહીં દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ અને સોલિડ વેસ્ટ ઉત્પન્ન થતો હોય છે. સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન મુજબ હવે સયાજી હોસ્પિટલને 'બલ્ક વેસ્ટ જનરેટર' (Bulk Waste Generator) ની કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. આ નિર્ણયના પગલે હવે હોસ્પિટલ પરિસરમાંથી નીકળતા સોલિડ વેસ્ટનો નિકાલ હોસ્પિટલે પોતાની રીતે જ પ્રોસેસ કરીને કરવાનો રહેશે. વડોદરા કોર્પોરેશન (VMC) અને હોસ્પિટલ તંત્ર વચ્ચે બેઠક સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના અમલીકરણ માટે આજે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ સયાજી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, બાયો-મેડિકલ વેસ્ટનો રોજબરોજ નિકાલ કરવા માટે અગાઉથી જ નિયુક્ત એજન્સી દ્વારા કામગીરી ચાલુ છે. અત્યાર સુધી આ સોલિડ વેસ્ટ એકત્રિત કરીને પાલિકા તંત્રને સોંપવામાં આવતો હતો. જોકે, હવે આ કચરાના ઇન-હાઉસ પ્રોસેસિંગ (In-house Processing) માટે હોસ્પિટલ પરિસરમાં જ ખાસ પ્લાન્ટ કે વ્યવસ્થા ઊભી કરવી પડશે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર વી એમ રાજપૂતે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની નવી ગાઇડલાઇન અનુસાર સયાજી હોસ્પિટલનો સમાવેશ બલ્ક વેસ્ટ જનરેટરમાં થાય છે. આ સંદર્ભે હોસ્પિટલ તંત્રને જરૂરી નોંધણી (Registration) કરાવવા તેમજ હવેથી હોસ્પિટલમાંથી નીકળતા સોલિડ કચરાનું પ્રોસેસિંગ પોતાની રીતે કરવા અંગે સમજ આપવા આ મુલાકાત યોજવામાં આવી હતી. સયાજી હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, આજે VMC ના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બાયો વેસ્ટ માટે તો એજન્સી મારફતે નિકાલ થાય જ છે, પરંતુ હવેથી સોલિડ વેસ્ટનું પણ હોસ્પિટલ પરિસરમાં જ પ્રોસેસિંગ કરીને નિકાલ થાય તેવી નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલિંગમાં નીકળેલા PI વૃદ્ધા માટે 'દેવદૂત' બન્યા:સુરત આઉટર રિંગ રોડ પર બાઈક સ્લીપ થતાં વૃદ્ધા ઇજાગ્રસ્ત, ઉત્રાણ પોલીસના સેકન્ડ PI એ પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા
    Next Article
    ટાટા કેમિકલ્સ દ્વારા જામનગર મરીન સેન્ચ્યુરીમાં કેમિકલ વેસ્ટ છોડવાનો મામલો:NEERI ત્રણ મહિનામાં ઈન્સ્પેક્શન કરીને પર્યાવરણીય નુકસાન અને પર્યાવરણના પુનઃસ્થાપન ખર્ચ અંગે રીપોર્ટ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment