Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મોદી-અમિત શાહનો દેશવાસીઓ જવાબ માંગશે’:‘નેપાળમાં નેતાઓને જે રીતે દોડાવીને માર્યા હતા તેની ભારતમાં દિલ્હીથી શરૂઆત થઈ ગઈ’, ભાજપના કોંગ્રેસ કાર્યાલયે વિરોધથી ચાવડા લાલઘૂમ

    16 hours ago

    NEET પેપર લીક મુદ્દે PM આવાસ બહાર ગઈકાલે રાહુલ ગાંધીના ધરણા બાદ કોંગ્રેસ આક્રમક છે. આજે 22 જુલાઈએ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવને કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. જે બાદ રેલી કાઢવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા. રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળીને હજુ તો ચાર રસ્તા પાસે પહોંચે ત્યાં જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રેલીમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની ગાડી પર ચઢી ગયા હતા. જેમને નીચે ઉતારવા પોલીસે પણ ગાડી પર ચઢવું પડ્યું. તો ધારાસભ્ય અમિત ચાવડા, ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો હતો. ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં NEETની પરીક્ષા અગાઉ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ પહોંચ્યા હતા. પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે મારા દીકરાએ પણ જીવ ગુમાવ્યો છે એટલે હું દિલ્હી વિરોધમાં ગયો હતો આજે અમદાવાદ આવ્યો છું. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર ગઇકાલે કરેલા પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આજે બપોરે 2 વાગ્યે ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મોટી સંખ્યામાં કાર્યકરોને લઈને પહોંચ્યા હતા. તો અમિત ચાવડાએ કાર્યકરો સાથે કાર્યાલયની સીડી પર જ મોરચો સંભાળ્યો હતો. અંદાજિત એક કલાકના સૂત્રોચ્ચાર બાદ ભાજપના નેતાઓ પરત ફર્યા હતા. NEET મુદ્દે કોંગ્રેસનો વિરોધ 5 તસવીરમાં
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે:પેપર લીક મુદ્દે વાત કરશે, ગઈકાલે PM આવાસની બહાર ધરણા પર બેઠા હતા
    Next Article
    જાંબુડીમાં મધરાતે વૃદ્ધા પાર દીપડાનો હુમલો.:જૂનાગઢના વિસાવદરના જાંબુડીમાં મધરાતે 18 ફૂટ ઊંચો વંડો ઠેકીને ઘરમાં ઘૂસેલા દીપડાએ વૃદ્ધા પર કર્યો હિંસક હુમલો, જૂનાગઢ સિવિલમાં સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment