Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી રેકોર્ડમાંથી અનુસૂચિત જાતિના પ્રતિબંધિત શબ્દો હટાવાશે:શાળા-કોલેજોમાં જરૂરી સુધારા કરવા કલેક્ટર કચેરી દ્વારા આદેશ જારી કરાયો

    2 days ago

    પાટણ જિલ્લામાં શાળા, કોલેજ અને સરકારી રેકોર્ડમાંથી અનુસૂચિત જાતિના પ્રતિબંધિત શબ્દો દૂર કરીને તેમાં સુધારો કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત સરકારના વખતોવખતના પરિપત્રોના આધારે લેવામાં આવ્યો છે.પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઈ પરમાર દ્વારા આ અંગે પાટણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સરકારી રેકોર્ડમાં વપરાતા અમુક શબ્દો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.આ રજૂઆતના સંદર્ભમાં, કલેક્ટર કચેરીના જનસંપર્ક અધિકારી દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અને પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નિયમાનુસાર કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીના આદેશના અનુસંધાને, જિલ્લા પંચાયત પાટણના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ મારફતે પાટણ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને પરિપત્ર મોકલીને તેનો તાત્કાલિક અને નિયમાનુસાર અમલ કરવા સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારાના કણઝા રેલવે ગરનાળામાં પાણી ભરાયા:વાહનચાલકોને હાલાકી, કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોની માંગ
    Next Article
    સાયલામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ ₹6.24 લાખના દાગીના સાથે એક આરોપીને ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment