Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયલામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ ₹6.24 લાખના દાગીના સાથે એક આરોપીને ઝડપ્યો

    2 days ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સાયલા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ₹6,24,927ની કિંમતના સોનાના દાગીના અને અન્ય મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, A ડિવિઝન પોલીસ સ્ટેશનના HC અજયવિરસિંહ ઝાલા અને LCB ના ASI લક્ષ્મણસિંહ ઝાલા, HC ગોપાલસિંહ ઝાલા, PC અશ્વિનભાઈ માથુકિયા, PC ચંદ્રવિજયસિંહ રાણા તથા ટેકનિકલ સેલના PC મહેન્દ્રભાઈ દાદરેસાને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે, પોલીસે સુરેન્દ્રનગરના મેક્સન સર્કલ પાસેથી આરોપીને પકડી પાડ્યો હતો. ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસનો ભય લાગતા તેણે ચોરી કરેલા ચાંદીના દાગીના કિંમત ₹31,500 ફરિયાદીના ઘરે મૂકી દીધા હતા. આ ચાંદીના દાગીના પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીનું નામ કલ્પેશભાઈ વિનોદભાઈ રાઠોડ છે, જે સાયલાના આંબેડકરનગર, વાડી પ્લોટ વિસ્તારનો રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી કુલ ₹6,24,927 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹6,14,927 ની કિંમતના સોનાના દાગીના (જેમાં લોકેટ, હાર, બુટ્ટી, દાણા, પેન્ડલ, ચેઈન, નથણીનો સમાવેશ થાય છે) અને ₹10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી રેકોર્ડમાંથી અનુસૂચિત જાતિના પ્રતિબંધિત શબ્દો હટાવાશે:શાળા-કોલેજોમાં જરૂરી સુધારા કરવા કલેક્ટર કચેરી દ્વારા આદેશ જારી કરાયો
    Next Article
    સુરેન્દ્રનગર પોલીસે 12 ગેરકાયદે હથિયાર ઝડપ્યા:10થી વધુ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment