Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પોલીસે 12 ગેરકાયદે હથિયાર ઝડપ્યા:10થી વધુ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ

    2 days ago

    સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદેસર હથિયારો સામે મોટી કાર્યવાહી કરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાંથી 12 ગેરકાયદેસર હથિયારો અને 28 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે 10થી વધુ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ કાર્યવાહીમાં સુરેન્દ્રનગર LCB અને SOG સહિતની પોલીસ ટીમો જોડાઈ હતી. પોલીસે થાનગઢ, ધ્રાંગધ્રા, સાયલા, ચુડા અને જોરાવરનગર જેવા વિસ્તારોમાંથી પિસ્તોલ અને હાથ બનાવટના હથિયારો જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર હથિયારો મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં લાવવામાં આવતા હતા. પોલીસે હવે જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના સપ્લાય નેટવર્કને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ હથિયારો કયા ઇરાદે સુરેન્દ્રનગરમાં લાવવામાં આવ્યા હતા, તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાયલામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ ₹6.24 લાખના દાગીના સાથે એક આરોપીને ઝડપ્યો
    Next Article
    6 વિદેશી વિદ્યાર્થી નશાની હાલતમાં થાર સાથે ઝડપાયા:ખાનગી યુનિવર્સિટીનીની હોસ્ટેલમાં રહેતા હતા, બિયરના ટીન જપ્ત કરી પોલીસે બે ફરિયાદ નોંધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment