Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારાના કણઝા રેલવે ગરનાળામાં પાણી ભરાયા:વાહનચાલકોને હાલાકી, કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોની માંગ

    2 days ago

    તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલા કણઝા ફાટક પાસેના રેલવે ગરનાળામાં વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. ગરનાળામાં અંદાજે એક ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે દ્વિચક્રી અને નાના ચાર-ચક્ર વાહનો બંધ પડી જવાના બનાવો બને છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વાહનચાલકોનો સમય બગડે છે અને અકસ્માતનો ભય પણ સતત તોળાતો રહે છે. વર્ષોથી ચાલી આવતી આ સમસ્યા અંગે તંત્ર દ્વારા માત્ર કામચલાઉ પગલાં ભરવામાં આવે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે આ ગરનાળામાંથી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ અને નક્કર કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી દર ચોમાસે લોકોએ હેરાન થવું ન પડે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પાલિકામાં વોર્ડ-11ના કામો પર વિવાદ:વિપક્ષની રજૂઆત બાદ પ્રમુખ સાથે ઉગ્ર બોલાચાલી
    Next Article
    સરકારી રેકોર્ડમાંથી અનુસૂચિત જાતિના પ્રતિબંધિત શબ્દો હટાવાશે:શાળા-કોલેજોમાં જરૂરી સુધારા કરવા કલેક્ટર કચેરી દ્વારા આદેશ જારી કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment