Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ કાર્યાલયે વિશ્વકર્મા કાર્યકરોને લઈ પહોંચ્યા:ચાવડાએ સીડી પર મોરચો સંભાળ્યો, કાર્યકર્તાઓના આક્રોશ વચ્ચે પોલીસની ‘અગ્નિપરીક્ષા’

    20 hours ago

    NEET પેપર લીક મુદ્દે PM આવાસ બહાર ગઈકાલે રાહુલ ગાંધીના ધરણા બાદ કોંગ્રેસ આક્રમક છે. આજે 22 જુલાઈએ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવને કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. જે બાદ રેલી કાઢવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા. રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળીને હજુ તો ચાર રસ્તા પાસે પહોંચે ત્યાં જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રેલીમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની ગાડી પર ચઢી ગયા હતા. જેમને નીચે ઉતારવા પોલીસે પણ ગાડી પર ચઢવું પડ્યું. તો ધારાસભ્ય અમિત ચાવડા, ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો હતો. ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. મહિલા કાર્યકરોની પણ અટકાયત કરાઈ છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર ગઇકાલે કરેલા પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આજે બપોરે 2 વાગ્યે ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ ધરણાં પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પદાધિકારીઓ, આગેવાનો તથા ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહેશે. જેને લઈ રાજીવ ગાંધી ભવન ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે અને કોંગ્રેસ ભવન પાસે બેરિકેડીંગ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરોને કાર્યાલયમાં જ કેદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં NEETની પરીક્ષા અગાઉ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ પહોંચ્યા હતા. પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે મારા દીકરાએ પણ જીવ ગુમાવ્યો છે એટલે હું દિલ્હી વિરોધમાં ગયો હતો આજે અમદાવાદ આવ્યો છું. NEET મુદ્દે કોંગ્રેસનો વિરોધ 5 તસવીરમાં
    Click here to Read More
    Previous Article
    'કોકરોચ' પર લાઠી વરસાવી, ટિયર ગેસથી ભગાડ્યા:પોલીસ સોનમને ચાદરમાં સંતાડીને લઈ ગઈ, રાહુલ રસ્તા પર સૂઈ ગયા; 5 દિવસનો હોબાળો, 40 PHOTOS
    Next Article
    પોરબંદરમાં ક્રાઇમ અપડેટ:ખેડૂત સાથે રૂ.24.27 લાખની છેતરપિંડી, 18 વર્ષથી ફરાર આરોપી વારાણસીથી ઝડપાયો; બંધ મકાનમાંથી રૂ.3.50 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment