Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ક્રાઇમ અપડેટ:ખેડૂત સાથે રૂ.24.27 લાખની છેતરપિંડી, 18 વર્ષથી ફરાર આરોપી વારાણસીથી ઝડપાયો; બંધ મકાનમાંથી રૂ.3.50 લાખની ચોરી

    15 hours ago

    પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ પ્રકારના ગુનાઓ સામે આવ્યા છે. એક તરફ વર્ષો જૂના અને એક વર્ષથી ફરાર આરોપીઓને પેરોલ-ફર્લો સ્કોડે અન્ય શહેરોમાંથી ઝડપી પાડ્યા છે, તો બીજી તરફ અપહરણ કેસનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળી છે. આ ઉપરાંત શહેરમાં લાખોની ચોરી અને ખેડૂત સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના બનાવોએ કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા વધારી છે. 18 વર્ષથી ફરાર ચોરીનો આરોપી વારાણસીથી ઝડપાયો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર રહેલો આરોપી દીપકકુમાર ભગવાનપ્રસાદ ચૌરસીયાને પોરબંદર પેરોલ-ફર્લો સ્કોડે ઉત્તરપ્રદેશના વારાણસીમાંથી ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીની ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને તેને પોરબંદર લાવવામાં આવ્યો છે. આરોપીને હવે આગળની કાર્યવાહી માટે કમલાબાગ પોલીસને સોંપવામાં આવ્યો છે. એક વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી નડિયાદમાંથી ઝડપાયો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા હિતેશ મનસુખભાઈ કણસાગરાને પેરોલ-ફર્લો સ્કોડે નડિયાદમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી અંગે મળેલી બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને સફળ ઓપરેશન કરીને તેની ધરપકડ કરી હતી. હાલ તેની વધુ પૂછપરછ ચાલી રહી છે. અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ ઉદ્યોગનગર પોલીસે અપહરણના ગુનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) હેઠળ નોંધાયેલા કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પારાવાડા ગામમાંથી ભોગ બનનાર તેમજ આરોપી બંનેને શોધી કાઢવામાં આવ્યા હતા. બંનેને પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. બંધ મકાનમાંથી રૂ.3.50 લાખની ચોરી પોરબંદર શહેરના ગોપાલજી હવેલી વિસ્તારમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ આશરે રૂ. 3.50 લાખની માલમત્તા પર હાથ ફેરવ્યો હતો. અજાણ્યા શખ્સોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરીને રૂ. 3.25 લાખના સોનાના દાગીના અને રૂ. 25 હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કીર્તિમંદિર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. ખેડૂત સાથે રૂ.24.27 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો ફટાણા ગામના એક ખેડૂતને એજ્યુકેશન લોનના નામે રૂ. 24.27 લાખની છેતરપિંડીનો ભોગ બનવો પડ્યો છે. રાજકોટ સ્થિત એપોક્સ કંપનીના કર્મચારી જયદીપ મહેશભાઈ રામાણી સામે બગવદર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ લોન પૂર્ણ થઈ હોવાનું દર્શાવતા નકલી એનઓસી (NOC) ઈ-મેલ મારફતે મોકલી ખેડૂતનો વિશ્વાસ જીત્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ કાર્યાલયે વિશ્વકર્મા કાર્યકરોને લઈ પહોંચ્યા:ચાવડાએ સીડી પર મોરચો સંભાળ્યો, કાર્યકર્તાઓના આક્રોશ વચ્ચે પોલીસની ‘અગ્નિપરીક્ષા’
    Next Article
    સુરેન્દ્રનગરમાં 12 ગેરકાયદેસર હથિયાર જપ્ત:આર્મ્સ એક્ટ હેઠળ 10 ઝડપાયા, ₹1.35 લાખનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment