Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 12 ગેરકાયદેસર હથિયાર જપ્ત:આર્મ્સ એક્ટ હેઠળ 10 ઝડપાયા, ₹1.35 લાખનો મુદ્દામાલ કબજે

    13 hours ago

    સુરેન્દ્રનગર પોલીસે છેલ્લા 48 કલાકમાં સઘન કાર્યવાહી કરીને 12 ગેરકાયદેસર હથિયારો અને 26 કાર્ટીસ જપ્ત કર્યા છે. આ ઓપરેશનમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,35,600 આંકવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખનારા ઇસમોને શોધી કાઢી આર્મ્સ એક્ટ હેઠળ મહત્તમ કેસ નોંધવા સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના પાલનમાં, જિલ્લાની LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખનારા ઇસમો અંગે ગુપ્ત માહિતી મેળવવા સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સઘન કામગીરીના પરિણામે, જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં આર્મ્સ એક્ટ હેઠળ કુલ 10 ગુના નોંધવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં રાહુલ ઉર્ફે ચોટી દિનેશભાઇ પરમાર, મેહુલ ઉર્ફે ટેણો અમરાભાઇ પરમાર, રાજુ કાળુભાઇ પરમાર, મેલુ પુનાભાઈ પરમાર, જોગી ઉર્ફે મહેશ નવઘણભાઈ જોગરાણા, હર્ષ ઉર્ફે ચોકેટ સંદીપભાઈ પટેલ, ઇમરાન મહેબૂબભાઈ, વિનુભાઈ લીંબાભાઈ ચૌહાણ, કાદર હબીબભાઇ સિપાઈ અને હરેશ ઉર્ફે ભોલો રજનીકાંતભાઈ ઘાટલીયાનો સમાવેશ થાય છે. આ સમગ્ર કામગીરીમાં PI બી.એચ.શીંગરખીયા, PSI ઝેડ.એલ.ઓડેદરા, PSI એન.એ.રાયમા, PSI આર.જે.ગોહિલ, PSI એસ.પી.ઝાલા (ધજાળા પોલીસ સ્ટેશન) અને તેમની ટીમો સહિત LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો સામેલ હતી.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ક્રાઇમ અપડેટ:ખેડૂત સાથે રૂ.24.27 લાખની છેતરપિંડી, 18 વર્ષથી ફરાર આરોપી વારાણસીથી ઝડપાયો; બંધ મકાનમાંથી રૂ.3.50 લાખની ચોરી
    Next Article
    રાજકોટ મનપામાં વર્ગ-1 અને વર્ગ-2ની 50 કરતા વધુ જગ્યાઓ ખાલી:19 જગ્યાઓ પર ઇન્ચાર્જ અધિકારીઓથી ગાડું ગબડાવાય છે, વહિવટી માળખુ ખોખલું થયું!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment