Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળમાં સરકારી જમીન હડપ કરવાનું કાવતરું,:​માંગરોળમાં કરોડોની નગરપાલિકાની જમીન પર ભૂ-માફિયાઓની નજર: બોગસ રૂકા અને વહીવટો આગળ ધરી દબાણ કરવાનો પ્રયાસ, સિટી સર્વે વિભાગ સામે ઉઠ્યા ગંભીર સવાલો

    9 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં નગરપાલિકાની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન પચાવી પાડવાનો એક મોટો ખેલ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચર્ચા જાગી છે. નગરપાલિકા વિસ્તારમાં ભૂ-માફિયાઓ અને અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. નગરપાલિકાની અબજો રૂપિયાની મોકાની જમીન હડપ કરવા માટે રાજાશાહી વખતના બોગસ રૂકાઓ અને ગેરકાયદેસર વહીવટો આગળ ધરીને પેશકદમી કરવાનો ખુલ્લો પ્રયાસ થઈ રહ્યો છે. આ ગેરરીતિ સામે આવતા જ હવે નગરપાલિકા તંત્ર ભારે આકરા પાણીએ થયું છે અને કાયદાકીય લડત માટે લાલઘૂમ બન્યું છે. ​ખાસ કરીને વોર્ડ નંબર 2 ના નગરપાલિકા સદસ્ય દ્વારા જણાવ્યા અનુસાર, નગરપાલિકાની બહાર આવેલી આશરે 1400 થી 1500 વાર જેટલી અત્યંત કિંમતી અને મોકાની સરકારી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માટે ભૂ-માફિયાઓ દ્વારા સતત આંટાફેરા મારવામાં આવી રહ્યા છે. સરકારી મિલકતને લૂંટવાના આ ચોક્કસ કાવતરા સામે પાલિકા દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જમીન બચાવવા માટે નગરપાલિકા દ્વારા સિટી સર્વે કચેરીમાં એક-બે વાર નહીં પરંતુ 15-15 વખત લેખિત રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી હોવા છતાં સિટી સર્વે વિભાગ તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ​અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે ભૂતકાળમાં પણ ભૂ-માફિયાઓની તરફેણમાં હુકમો થઈ ગયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે, જેથી જો આ વખતે પણ તંત્રની મિલીભગતથી કોઈ હુકમ થઈ જશે તો પાલિકાએ પોતાની કરોડોની જમીન ગુમાવવી પડશે. આ કરોડો રૂપિયાની કિંમતી જમીન હાલમાં નગરપાલિકાના પ્રત્યક્ષ કબજા હેઠળ જ છે, છતાં તેને હડપ કરવાના નિષ્ફળ ફાંફા મારવામાં આવી રહ્યા છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પરોક્ષ રીતે મદદ કરતા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને આ બાબતનો કાયમી ઉકેલ લાવવાની લોકમાંગ પ્રબળ બની છે. ​આ સમગ્ર જમીન વિવાદ અને તેના ઉકેલ અંગે માંગરોળ નગરપાલિકાના ચીફ ઓફિસર રામજી ધોળકિયાએ જણાવ્યું હતું કે માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ટાવર ગાર્ડનની બાજુમાં એક ખુલ્લી જમીન આવેલી છે. આ જગ્યા પર આશરે એકાદ વર્ષ પહેલા 10 થી 12 દુકાનોની ગેરકાયદેસર પેશકદમી થયેલી હતી. તે સમયે નગરપાલિકા દ્વારા સંબંધિત લોકોને વિધિવત નોટિસ આપીને, સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ જગ્યા ખુલ્લી થતાં એક ઇસમ દ્વારા તે જગ્યા પર પોતાનો હક-દાવો રજૂ કરી કલેક્ટર કચેરીમાં અપીલ કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાંથી કેસ રિમાન્ડ થતાં હાલ આ મામલે સિટી સર્વે કચેરીમાં કેસ ચાલુ થયો છે. ​ આ બાબતે નગરપાલિકા દ્વારા સિટી સર્વેમાં સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી. આ જમીન સાથે નગરપાલિકાનું હિત સીધી રીતે સંકળાયેલું હોવાથી પાલિકાને પક્ષકાર તરીકે જોડવા વિનંતી કરાતા અમને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. હાલ દરેક મુદતે નગરપાલિકા પોતાનો મજબૂત પક્ષ રજૂ કરે છે. વર્ષ 1952-53 ના ગુજરાત સરકારના જાહેરનામા મુજબ જે ખુલ્લા પ્લોટો નગરપાલિકાને સોંપાયા હતા, આ જમીન પણ તે પૈકીનો જ એક પ્લોટ છે. આથી આ સમગ્ર જમીન પર સંપૂર્ણપણે નગરપાલિકાની માલિકી પ્રસ્થાપિત થાય છે. ​બીજી તરફ રમતગમત અને સ્થાનિક વિકાસ માટે જમીનની ફાળવણી અંગે માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયાએ જણાવ્યું હતું કે માંગરોળમાં આવેલ ટાવર ગ્રાઉન્ડ બાબતે તેમણે તથા સ્થાનિક ધારાસભ્યએ કલેક્ટરને ખાસ રજૂઆત કરી છે. વર્ષો જૂનું ટાવર ગ્રાઉન્ડ જે ક્રિકેટના મેદાન તરીકે વપરાય છે, તેની રેવન્યુ જગ્યા જો નગરપાલિકાને સોંપવામાં આવે તો સ્થાનિક ક્રિકેટરો અને રમતવીરો તેનો યોગ્ય ઉપયોગ કરી શકે.નગરપાલિકા દ્વારા ત્યાં સારું ડેવલોપમેન્ટ કરવામાં આવે તો રમતવીરો માટે ભવિષ્યની ઉજ્જવળ તકો ઊભી થાય અને વિવિધ એથ્લેટિક્સ રમતોનું આયોજન થઈ શકે. આ અંગે તાજેતરની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આનો ઝડપી તથા સકારાત્મક ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ છે.
    Click here to Read More
    Previous Article
    બીટકોઈનમાં ઈન્વેસ્ટ કરી નફો મેળવવાની લાલચમાં યુવાને 10 લાખ ગુમાવ્યા:ઈન્સ્ટાગ્રામમાં જાહેરાત આપી સાયબર ગઠિયાઓએ પૈસા પડાવ્યા, કંપની સેબી અધિકૃત હોવાના પુરાવા આપી વિશ્વાસ જીત્યો હતો
    Next Article
    સુરત માટે ગૌરવની ક્ષણ, બાળપણનું સપનું નિવૃત્તિની વયે સાકાર:62 વર્ષીય અબુ જેલાની ઈન્ડિયા 60+ ક્રિકેટ વર્લ્ડ કપ ટીમમાં પસંદગી પામનાર ગુજરાતના એકમાત્ર ખેલાડી, કપિલ દેવથી લઈ સચિન તેંડુલકર સાથે રમવાનો અનુભવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment