Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત માટે ગૌરવની ક્ષણ, બાળપણનું સપનું નિવૃત્તિની વયે સાકાર:62 વર્ષીય અબુ જેલાની ઈન્ડિયા 60+ ક્રિકેટ વર્લ્ડ કપ ટીમમાં પસંદગી પામનાર ગુજરાતના એકમાત્ર ખેલાડી, કપિલ દેવથી લઈ સચિન તેંડુલકર સાથે રમવાનો અનુભવ

    9 hours ago

    સુરત શહેર અને ખાસ કરી ઐતિહાસિક રાંદેર વિસ્તાર માટે અત્યંત હર્ષ અને ગૌરવના સમાચાર આવ્યા છે. રાંદેર ઇસ્લામ જીમખાના (RIG)ના સભ્ય અને સ્થાનિક ક્રિકેટ ક્ષેત્રે જાણીતો ચહેરો એવા 62 વર્ષીય ઇબ્રાહિમ અહમદ જેલાની (જેઓ રમતગમત વર્તુળમાં ‘અબુ જેલાની’ તરીકે લોકપ્રિય છે)ની ભારતની 60 વર્ષથી વધુ વયજૂથની (Over-60s) રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તેઓ આગામી ઓગસ્ટ મહિનામાં કેનેડામાં યોજાનાર ઓવર-60 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, સમગ્ર ગુજરાતમાંથી આ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવનારા તેઓ એકમાત્ર ખેલાડી છે. આ ઉપરાંત ભારતીય ટીમના યુવા સ્ટાર ક્રિકેટર અર્શદીપના પિતા પણ આ ખાસ ભારતીય ટીમનો હિસ્સો છે. 80 ખેલાડીઓ વચ્ચે પુડુચેરીમાં ટ્રાયલ્સ, 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' તરીકે સ્થાન ભારતીય ટીમની આ પસંદગી પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સ્પર્ધાત્મક રહી હતી. અબુ જેલાનીએ પોતાની પસંદગીનો રોમાંચક અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે, આ વર્લ્ડ કપ માટે પોંડીચેરી ખાતે રાષ્ટ્રીય સ્તરની સિલેક્શન મેચો અને ટ્રાયલ્સ યોજાયા હતા. સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ 80 અનુભવી ક્રિકેટરોએ આ ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. ગુજરાતમાંથી અમે ત્રણ ખેલાડીઓ પોંડીચેરી ગયા હતા, જેમાંથી બે અમદાવાદના અને હું સુરતથી હતો. 'આખરી 16 ખેલાડીઓની ભારતીય ટીમમાં મારી પસંદગી' મેં ત્યાં ઓલરાઉન્ડ દેખાવ કર્યો બેટિંગમાં સારા રન બનાવ્યા, નિર્ણાયક વિકેટો ઝડપી અને શાનદાર કેચ પકડ્યા. આ કૌશલ્યના આધારે ટૂર્નામેન્ટના 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર'ની યાદીમાં મારું નામ ચોથા ક્રમે આવ્યું હતું. આ બહેતરીન ફિટનેસ અને ઓલરાઉન્ડ પ્રદર્શનને લીધે પસંદગીકારોએ આખરી 16 ખેલાડીઓની ભારતીય ટીમમાં મારી પસંદગી કરી છે." 15-16 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું રાંદેર લીમડા ઓલી સ્ટ્રીટના રહીશ એવા અબુ જેલાની ક્રિકેટ ક્ષેત્રે વિશાળ અને વૈવિધ્યસભર અનુભવ ધરાવે છે. તેઓ માત્ર 15-16 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યા છે. તેમણે નોર્થ ઝોન, વેસ્ટ ઝોન, દક્ષિણ ગુજરાત અને વલસાડ સહિત રાજ્યભરની અનેક પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. રાંદેર ઇસ્લામ જીમખાના ખાતે છેલ્લા 80 વર્ષથી યોજાતી ઐતિહાસિક 'ઇબ્રાહિમ શીલ્ડ' ટૂર્નામેન્ટનો ઉલ્લેખ કરતાં અબુ જેલાનીએ તેમના સુવર્ણ સ્મરણો તાજા કર્યા હતા. સુનિલ ગાવસ્કરથી લઈ સચિન તેંડુલકર સાથે એક જ ટીમમાં રમવાનો અનુભવ ઈબ્રાહિમ શીલ્ડ અને સુરતના મેદાનો પર તેઓ સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, સંદીપ પાટીલ, રવિ શાસ્ત્રી, સંજય માંજરેકર, અજય જાડેજા, રવિ કુલકર્ણી અને અમર લાંબા જેવા ભારતીય ક્રિકેટના દિગ્ગજો સાથે રમી ચૂક્યા છે. તેમણે વિશેષ યાદ આપતાં જણાવ્યું કે વર્ષ 1988માં જ્યારે ક્રિકેટ સચિન તેંડુલકર સુરતમાં રમવા આવ્યા હતા, ત્યારે અબુ જેલાની અને સચિન તેંડુલકર એક જ ટીમમાં સાથે રમ્યા હતા. શારીરિક ફિટનેસ આગળ દીકરો પણ રનિંગમાં થાકી જાય છે! શાળામાં ક્રિકેટ, ફૂટબોલ અને ટેબલ ટેનિસ કોચ તરીકે લાંબો સમય સેવા આપ્યા બાદ હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. વચગાળાના સમયમાં તેઓ 8 વર્ષ ઈંગ્લેન્ડમાં પણ રહ્યા હતા. છતાં, સ્પોર્ટ્સ પ્રત્યેનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. અબુ જેલાની ત્રણ પુત્રો અને એક પુત્રીના પિતા છે. કૌટુંબિક જીવન વિશે વાત કરતા તેમણે રમુજ અને ગર્વ સાથે જણાવ્યું કે, મારો એક દીકરો હાલ મારી સાથે જ સ્થાનિક મેચોમાં ક્લબ ક્રિકેટ રમે છે. અમે બંને એક જ ટીમમાં હોઈએ છીએ, પરંતુ 62 વર્ષની ઉંમરે પણ મારી દોડવાની અને ફીલ્ડિંગની ઝડપ જોઈને મારો દીકરો પણ મારી સાથે રનિંગ કરવામાં થાકી જાય છે! બચપનથી જ મને ફિટનેસનો ઉત્સાહ રહ્યો છે. હું આજે પણ નિયમિત રનિંગ, જિમનેસ્ટિક્સ અને કડક ફીલ્ડિંગ પ્રેક્ટિસ કરું છું. કેનેડામાં રમાનાર 60+ ક્રિકેટ વર્લ્ડ કપનું સંપૂર્ણ માળખું વેટેરન્સ ક્રિકેટ ઈન્ડિયા (VCI)ના નેજા હેઠળ કેનેડામાં રમાનાર 60+ ક્રિકેટ વર્લ્ડ કપ એક અત્યંત લોકપ્રિય અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે. આ ટૂર્નામેન્ટ 9 ઓગસ્ટના રોજ શરૂ થશે અને 23 ઓગસ્ટ સુધી ચાલશે, એટલે કે આ સ્પર્ધાનો કુલ સમયગાળો 18 દિવસનો રહેશે. આ ટૂર્નામેન્ટમાં વિશ્વભરમાંથી કુલ 14 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. મેચોના ફોર્મેટની વાત કરીએ તો તે 45 ઓવરની વન-ડે મેચ તરીકે રમાશે. આ સ્પર્ધામાં ભારત સહિત દરેક સહભાગી ટીમે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે ઓછામાં ઓછી 6 લીગ મેચ રમવાની રહેશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા 14 પ્રમુખ દેશ આ મહાકુંભમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, કેનેડા, અમેરિકા, ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે જેવી વિશ્વની શ્રેષ્ઠ 14 દેશોની ટીમો આમને-સામને ટકરાશે. લીગ સ્ટેજમાં શ્રેષ્ઠ દેખાવ કરનારી ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશશે અને 23 ઓગસ્ટે ફાઇનલ રમાશે. વયસ્ક ક્રિકેટનો ઉદય, VCI દ્વારા બિન-વ્યવસાયિકોને સુવર્ણ તક ઓવર-વર્લ્ડ કપ શ્રેણીના સંયોજક અબુ જેલાનીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વયસ્ક ક્રિકેટની આ ખાસ શ્રેણીની શરૂઆત વર્ષ 2022માં કેન્યા ખાતે યોજાયેલા પ્રથમ 'ઓવર-50s' વર્લ્ડ કપથી થઈ હતી. આ સફળ શરૂઆત બાદ હવે દર બે વર્ષે નિયમિતપણે વિવિધ વયજૂથ જેવાં કે 'ઓવર-40', 'ઓવર-50', 'ઓવર-60' અને 'ઓવર-70' માટે દ્વિવાર્ષિક ધોરણે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડમાં '70+' વર્લ્ડ કપ અને શ્રીલંકામાં '50+' વર્લ્ડ કપ સફળતાપૂર્વક સંપન્ન થયા છે, જ્યારે હવે આ શ્રેણી અંતર્ગત આગામી '60+' વર્લ્ડ કપનું ભવ્ય આયોજન કેનેડા ખાતે થવા જઈ રહ્યું છે, જે બિન-વ્યવસાયિક વયસ્ક ક્રિકેટરો માટે પોતાની રમત દર્શાવવાની એક સુવર્ણ તક પૂરી પાડે છે. બચપણનું સપનું નિવૃતિ બાદ પૂર્ણ થયું બચપનમાં દેશ માટે રમવાનું સપનું હતું, પરંતુ ઘરની જવાબદારીઓ અને બિઝનેસમાં વ્યસ્ત થઈ જવાથી તક ન મળી. પરંતુ વેટેરન્સ ક્રિકેટ ઈન્ડિયા (VCI) એ એવી ઉત્કૃષ્ટ સંસ્થા ઊભી કરી છે જે જુવાનીમાં દેશ માટે ન રમી શક્યા હોય તેવા ખેલાડીઓને આ ઉંમરે સપનું પૂરું કરવાની તક આપે છે. જો તમારી ફિટનેસ સારી હોય, તો ઉંમર કોઈ બાધ બનતી નથી, તેમ અબુ જેલાનીએ ઉમેર્યું હતું. 'ટેલેન્ટ કાયમી, પણ ફિટનેસ વિના કશું જ શક્ય નથી' વર્લ્ડ કપમાં ભારતની જીતની સંભાવનાઓ વિશે આશાવાદ વ્યક્ત કરતાં અબુ જેલાનીએ કહ્યું કે, આપણી ભારતીય ટીમ અત્યંત મજબૂત અને ફિટ છે. મને પૂરો વિશ્વાસ છે કે અમે ઓછામાં ઓછું ફાઇનલ સુધી તો પહોંચીશું જ અને કપ જીતવાનો પ્રયાસ કરીશું. દેશની યુવા પેઢીને પ્રેરણાદાયી સંદેશ આપતાં તેમણે જણાવ્યું કે, હું દેશના તમામ યુવાનોને એક જ વાત કહેવા માંગું છું, તમારી ફિટનેસ જ તમારી સાચી મૂડી છે. તમારી પાસે ટેલેન્ટ છે અને તે કાયમ રહેશે, પરંતુ જો ફિટનેસ હશે તો જ તમે 50, 60 કે 70 વર્ષની ઉંમરે પણ મેદાન પર રમી શકશો. તમારી જુવાની સાચવો, દરરોજ કસરત કરો અને સ્પોર્ટ્સ કે એથ્લેટિક્સ સાથે જોડાયેલા રહો.
    Click here to Read More
    Previous Article
    માંગરોળમાં સરકારી જમીન હડપ કરવાનું કાવતરું,:​માંગરોળમાં કરોડોની નગરપાલિકાની જમીન પર ભૂ-માફિયાઓની નજર: બોગસ રૂકા અને વહીવટો આગળ ધરી દબાણ કરવાનો પ્રયાસ, સિટી સર્વે વિભાગ સામે ઉઠ્યા ગંભીર સવાલો
    Next Article
    Woman, 3 Children Found Dead In Well In Tamil Nadu: Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment