Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા: 'ઓમ રેસિડેન્સી'માં જળબંબાકાર, લોકો ઘરોમાં કેદ:ત્રણ દિવસથી પાણી ન ઓસરતાં હાલાકી, બિલ્ડરો પર આક્ષેપ

    8 hours ago

    તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કાનપુરા ગામમાં આવેલી 'ઓમ રેસિડેન્સી'માં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સોસાયટીના મુખ્ય માર્ગો અને ઘરોની આસપાસ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. ઘરવખરીનો સામાન સાચવવો અને પીવાના પાણી તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવી તેમના માટે મુશ્કેલ બની ગઈ છે. સતત ત્રણ દિવસથી પાણીનો નિકાલ ન થતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ ઉપરાંત, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે, જે રહીશોની ચિંતામાં વધારો કરી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા પાછળ આજુબાજુમાં નવી બનતી સોસાયટીના બિલ્ડરો દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર પુરાણ જવાબદાર છે. પાણીના કુદરતી નિકાલના માર્ગો બંધ કરી દેવાતા વરસાદી પાણી સોસાયટીમાં ભરાઈ રહ્યા છે. બિલ્ડરોની આ મનમાની સામે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની મુશ્કેલીઓ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચેક રિટર્નના કેસોમાં સમાધાન માટે ગયેલા પરિવાર પર હુમલો:પત્નીને લાફો મારતા પતિએ કાચ પર મુક્કો મારતા હાથ ગુમાવવાનો વારો આવ્યો, કલોલ સીટી મોલમાં ફાયનાન્સરની દાદાગીરી
    Next Article
    દિલ્હી ઘટના મુદ્દે ગઢડામાં કોંગ્રેસનો વિરોધ:મામલતદારને આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય શિક્ષણમંત્રીનું રાજીનામું માગ્યું, વિઘાથીઓને ન્યાય આપવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment