Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેક રિટર્નના કેસોમાં સમાધાન માટે ગયેલા પરિવાર પર હુમલો:પત્નીને લાફો મારતા પતિએ કાચ પર મુક્કો મારતા હાથ ગુમાવવાનો વારો આવ્યો, કલોલ સીટી મોલમાં ફાયનાન્સરની દાદાગીરી

    9 hours ago

    ગાંધીનગર કલોલ સીટી મોલમાં નાણાં ધીરધારનો વ્યવસાય કરતા વેપારી પાસે ચેક રિટર્નના કેસોમાં સમાધાનની વાતચીત કરવા ગયેલા રિક્ષાચાલક યુવક અને તેના પરિવાર પર ગાળાગાળી કરી હુમલો કરવામાં આવ્યો હતો. વ્યાજખોરે પત્ની સાથે પણ મારપીટ કરી જાતિવાચક અપશબ્દો બોલી અપમાનિત કરતા મનોમન લાગી આવેલા યુવકે આવેશમાં આવી ઓફિસના કાચ પર મુક્કો મારતા તેનું કાંડું ગંભીર રીતે કપાઈ ગયું છે. આ મામલે કલોલ શહેર પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચેક રિટર્નના કેસોમાં સમાધાન માટે ગયેલા પરિવાર પર હુમલો કલોલના આરસોડીયા વિસ્તારમાં પરિવાર સાથે રહી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા સંજયભાઈ રમેશભાઈ પરમાર નામના યુવક વિરુદ્ધ કલોલ સીટી મોલમાં ધિરાણની ઓફિસ ચલાવતા અર્જુન લુહારે આઠેક માસ અગાઉ કલોલ કોર્ટમાં તેમજ પોતાના મિત્ર મારફતે બનાસકાંઠાની લાખણી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદો નોંધાવી હતી. આ બંને કેસોમાં સમાધાન થાય તેવા હેતુથી સંજયભાઈએ 20 જુલાઈના રોજ અર્જુન લુહારનો સંપર્ક કર્યો હતો. ફાયનાન્સર અર્જુને તેમને રૂબરૂ ઓફિસે આવવા જણાવતા સાંજના સંજયભાઈ તેમની પત્ની રેખાબેન, માતા કમળાબેન, સાળા વિપુલ અને સોનલબેન સાથે કલોલ સીટી મોલ સ્થિત ઓફિસે પહોંચ્યા હતા. ગાળો ભાંડી જાતિ વિષયક અપશબ્દો કહ્યા બાદમાં સંજયભાઈએ તમે મારી પર ખોટી વધારાની રકમો લખીને કેમ ચેક રિટર્નના કેસ કર્યા છે? તેમ પૂછતાં જ અર્જુન લુહાર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે સમગ્ર પરિવારની હાજરીમાં સંજયભાઈને ગાળો ભાંડી જાતિ વિષયક અપશબ્દો કહી ઓફિસમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી હતી. કાચ પર મુક્કો મારતા હાથ ગુમાવવાનો વારો આવ્યો આ દરમિયાન સંજયભાઈની પત્ની રેખાબેને ગાળો બોલવાની ના પાડતાં વધુ ઉશ્કેરાયેલા અર્જુને તેમને મોં પર લાફો મારી દીધો હતો અને આખા પરિવારને ધક્કા મારી ઓફિસમાંથી હાંકી કાઢ્યો હતો. વ્યાજખોરના આ અપમાનજનક વર્તન અને પત્ની પર થયેલા હુમલાથી સંજયભાઈ આઘાતમાં સરી પડ્યા હતા. અને મનોમન ભારે લાગી આવતાં તેમણે આવેશમાં ને આવેશમાં બહાર નીકળીને ઓફિસના દરવાજા પાસેના કાચ પર જોરથી જમણા હાથનો મુક્કો મારી દીધો હતો. મુક્કો વાગતાં જ કાચ તૂટીને તેમના કાંડાના ભાગે ઊંડે સુધી વાગી જતાં પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો જેના પગલે લોહીલુહાણ હાલતમાં પરિવારે તેમને તુરંત કલોલ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ અમદાવાદ સિવિલમાં દાખલ સંજયભાઈના કાંડાના ભાગે તબીબોએ પ્લાસ્ટિક સર્જરી કરવાની સલાહ આપી છે. આ અંગે કલોલ શહેર પોલીસે અર્જુન લુહાર એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુરની પેટાચૂંટણીમાં મતદાન વધુ કરાવવા બંને પક્ષે કમર કસી:ભાજપના સ્થાનિક કાર્યકરોમાં છૂપો રોષ, વરસાદ વચ્ચે મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા ચેલેન્જ
    Next Article
    વ્યારા: 'ઓમ રેસિડેન્સી'માં જળબંબાકાર, લોકો ઘરોમાં કેદ:ત્રણ દિવસથી પાણી ન ઓસરતાં હાલાકી, બિલ્ડરો પર આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment