Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુરની પેટાચૂંટણીમાં મતદાન વધુ કરાવવા બંને પક્ષે કમર કસી:ભાજપના સ્થાનિક કાર્યકરોમાં છૂપો રોષ, વરસાદ વચ્ચે મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા ચેલેન્જ

    10 hours ago

    વડોદરા માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને આડે હવે માત્ર એક સપ્તાહ જેટલો સમય બાકી છે. આગામી 30 જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે પેટા ચૂંટણીમાં મતદાન વખતે વરસાદ વિઘ્ન બને તેવી પ્રબળ શકયતાઓ છે. વરસાદી માહોલ વચ્ચે મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા એ બંને મુખ્ય પક્ષ માટે સૌથી મોટી ચેલેન્જ છે. ત્યારે હાલમાં બંને પક્ષો દ્વારા પ્રચાર કાર્ય પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. ચૂંટણીનો માહોલ હજુ જામ્યો નથી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારો વિવિધ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ ચૂંટણીનો માહોલ હજુ જોવા નથી. માંજલપુર વિધાનસભામાં કેટલાક વિસ્તારો પોશ વિસ્તારો ગણવામાં આવે છે. આવા વિસ્તારોમાં પણ ઉમેદવારો માત્ર મોં દેખાડવા માટે જઈ રહ્યા હોય તેવો ગણગણાટ જોવા મળી રહ્યો છે. આ વિધાનસભા બેઠક ઉપર જોઈએ તેઓ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. કાર્યકરો અને મતદારો બંનેમાં ઉત્સાહ નહીં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી પરંતુ આ બેઠક ઉપર હાલમાં ન તો કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ન તો મતદારોમાં. ભાજપે છાણીના સતીશ પટેલને મેદાને ઉતાર્યા છે જેઓ સામે સ્થાનિક કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવાર સ્થાનિક ન હોવાના કારણે કેટલાક કાર્યકરો નિષ્ક્રિય થઇ ગયા છે. તો કોંગ્રેસ પાસે જોઈએ તેટલું કાર્યકરોની બળ નથી જેના કારણે કોંગ્રેસ પણ ઢીલી જણાઈ રહી છે. વરસાદના કારણે 50 ટકા મતદાન થાય તોયે ઘણું હાલમાં વરસાદી માહોલ અને કાર્યકરો તેમજ મતદારોની નીરસતા વચ્ચે કેટલાક રાજકીય પંડિતો એમ માની રહયા છે કે પેટા ચૂંટણીમાં 50 ટકા જેટલું મતદાન થાય તો પણ ઘણું. કારણ કે ચાલુ દિવસોમાં મતદાન યોજવામાં આવ્યું છે. ઉપરાંત વરસાદની પણ આગાહી છે. તેવામાં મતદારો મતદાન મથક સુધી આવશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં કોંગ્રેસનું પ્રદર્શન, આગેવાનોની અટકાયત:પેપર લીક કૌભાંડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો વિરોધ
    Next Article
    ચેક રિટર્નના કેસોમાં સમાધાન માટે ગયેલા પરિવાર પર હુમલો:પત્નીને લાફો મારતા પતિએ કાચ પર મુક્કો મારતા હાથ ગુમાવવાનો વારો આવ્યો, કલોલ સીટી મોલમાં ફાયનાન્સરની દાદાગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment