Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી ઘટના મુદ્દે ગઢડામાં કોંગ્રેસનો વિરોધ:મામલતદારને આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય શિક્ષણમંત્રીનું રાજીનામું માગ્યું, વિઘાથીઓને ન્યાય આપવા માંગ

    7 hours ago

    દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં ગઢડા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગ્રેસના કાર્યકરો ગઢડા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. કાર્યકરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ અને તેમના હક્કોનું રક્ષણ થવું જોઈએ. ગઢડા કોંગ્રેસના આગેવાન અજય ઝાલા અને વિપક્ષ નેતા મીત ડાંગરે આ મામલે ચિમકી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે અને તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં કરાય, તો ગઢડા કોંગ્રેસના કાર્યકરો દિલ્હી કૂચ કરશે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વ્યારા: 'ઓમ રેસિડેન્સી'માં જળબંબાકાર, લોકો ઘરોમાં કેદ:ત્રણ દિવસથી પાણી ન ઓસરતાં હાલાકી, બિલ્ડરો પર આક્ષેપ
    Next Article
    बिजनौर में गुलदार हुआ बदनाम, छोटे बेटे ने दिया था वारदात को अंजाम

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment