Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહેરામપુરામાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા:અંગત અદાવતમાં બોલાચાલી બાદ મર્ડર થયાની ચર્ચા; આરોપીની અટકાયત

    11 hours ago

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બહેરામપુરાના સંતોષનગર ચાંદ શહીદની મસ્જિદની ગલી ખાતે હુસેન સૈયદ નામના યુવકની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં હુસેન સૈયદ નામના યુવકની ગઇકાલે(21 જુલાઈ) મોડી રાત્રે સોહેલ પઠાણ નામના યુવકે હત્યા કરી છે. દાણીલીમડા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે હાલ આરોપીને રાઉન્ડ અપ કરીને તેની ધરપકડની કાર્યવાહી કરી છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા છે જેને લઈને પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. બંને વચ્ચે જૂની અદાવતમાં બોલાચાલી થઈ હતી: DCP ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં સંતોષ નગર પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે. મૃતકનું નામ હુસેન સૈયદ છે અને આરોપી સોહેલ પઠાણ છે. આરોપી તેના સંબંધીના ઘરે જમવા માટે આવ્યો હતો ત્યારબાદ ઘરેથી નીકળ્યા અને બંને વચ્ચે જૂની અદાવતમાં બોલાચાલી થઈ હતી જેમાં હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી આરોપીને રાઉન્ડપ કરી લીધો છે અને ધરપકડની તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ સહિત અનેક કોંગ્રેસી સાંસદો કાળા કપડામાં સંસદ પહોંચ્યા:પેપર લીક મામલે વિરોધ; ભાજપ બોલ્યું- રાહુલ બેજવાબદાર, બાળકોના નામે રાજકારણ ચમકાવી રહ્યા છે
    Next Article
    વલસાડમાં 11 અને નવસારીમાં 1 ઇંચ વરસાદ, ઈકો તણાઈ:સુરતમાં ખાડી ભયજનક સપાટીએ, પાણી ભરાયા; દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment