Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં જળબંબાકાર, 11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ:નવસારીમાં ઘરોમાં પાણી ઘૂસતા સામાન પલળ્યો, વરાછામાં નવો રોડ બેસી જતાં વાહનો ફસાયા

    13 hours ago

    સમગ્ર દેશ સહિત ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ ભાગોને આવરી લેશે અને ત્યારબાદના 2-3 દિવસમાં સમગ્ર રાજ્યમાં તે સક્રિય થઈ જશે. આ સાથે જ, 2 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવના છે, જે વરસાદનું જોર વધારશે. બીજી તરફ, આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદે ધમાકેદાર જમાવટ કરી છે. જેમાં સૌથી ઓછો રાજકોટના જસદણમાં 1 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ સુરતના કામરેજમાં આભ ફાટ્યું હોય તેમ 2.36 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડીરાતથી વિધિવત ચોમાસું શરૂ થઈ ગયું છે. અરૂઆતના વરસાદમાં જ સ્માર્ટ સિટી સુરતના અનેક ગરનાળા, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે. સુરત ઉપરાંત નવસારી, અમરેલી, જૂનાગઢ, ઉના અને તાપી સહિતના પંથકોમાં પણ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ શરૂ થતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સુરત જળબંબાકાર: આખેઆખો 400 મીટરનો રોડ જમીનમાં ધસી પડ્યો, શહેરમાં ઘૂંટણસમા પાણી સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ માત્ર 4 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતાં મનપાની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ છે. મોટા વરાછા વિસ્તારમાં તાજેતરમાં જ બનેલો આખેઆખો 400 મીટરનો રોડ જમીનમાં ધસી પડ્યો હતો, જ્યાં રસ્તા પર પડેલા ભયાનક ભુવામાં એક ચાલુ કાર અને ત્યારબાદ સમારકામ માટે આવેલી પાલિકાની જ મોટી ટ્રક ગરકાવ થઈ ગઈ હતી. આ ઉપરાંત કતારગામ, ઉધના અને પર્વત પાટિયા જેવા વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં હજારો નોકરીયાતો કલાકો સુધી ટ્રાફિકજામમાં અટવાયા હતા. ભારે વરસાદ અને મીઠી ખાડીના પાણી બેક મારવાને કારણે ભગવાન મહાવીર યુનિવર્સિટી અને સરસ્વતી વિદ્યાલય જેવા શૈક્ષણિક કેમ્પસોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં માસૂમ વિદ્યાર્થીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા. તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજ્યના વરસાદની તસવીરો… આગામી 7 દિવસની આગાહી, ક્યાં કેવો વરસાદ પડશે?
    Click here to Read More
    Previous Article
    જયપુરમાં મહિલા બાઈકર્સે 'આલ્ફા' ગર્લ્સનું સ્વાગત કર્યું:આલિયા અને શર્વરીને જોવા ચાહકોની ભીડ જામી, બંને એક્ટ્રેસિસે ફિલ્મનો રોમાંચક અનુભવ શેર કર્યો
    Next Article
    હિંમતનગરમાં આખલાની લડાઈમાં મોપેડ ફંગાળાયું:શારદાકુંજ સોસાયટીની ઘટના CCTVમાં કેદ; આખલાઓ પર પાણી નાખી છૂટા પડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment