Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે દિવસની સારવાર બાદ બંને ભાઇ મોતને ભેટ્યા‎:રખોલીની ચાલીમાં સિલિન્ડર બ્લાસ્ટથી બે ભાઇના મોત

    16 hours ago

    દાદરા નગર હવેલીના રખોલી ગામમાં એક ચાલીમાં રહેતા બે વ્યક્તિઓ ગેસ લીકેજના કારણે દાઝી ગયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. ધનંજય પંડિત ઉ.વ. 22 અને રાજેશ પંડિત ઉ.વ. 27 હાલ રહેવાસી ભીમજીભાઈની ચાલ, રખોલી. મૂળ રહેવાસી બિહાર. ગુરુવારની રાત્રે નોકરી પરથી આવી રાત્રે નવ વાગ્યાના સુમારે રસોઈ બનાવવા માટે ગેસ ચાલુ કરવા ગયા હતા. તે સમયે ગેસ સિલિન્ડરનો પાઇપ લીક થવાને કારણે આગ લાગી હતી. જોરદાર ધમાકો થયો હતો. જેના કારણે આજુબાજુના લોકોમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો. લોકો રૂમમાં જોવા ગયા હતા. તે સમયે ધનંજય અને રાજેશ આખા શરીરે દાઝેલી અવસ્થામાં રૂમની બહાર દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંને યુવાન ગંભીર રીતે દાઝી ગયા હતા. બે દિવસ પછી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આવાસ, દીકરીઓનું શિક્ષણ અને આફતના સમયે સતત ખડે પગે‎:બીઈંગ હ્યુમન સંસ્થાએ 11 વર્ષથી ગરીબોના જીવનમાં સ્મિત પાથર્યું
    Next Article
    અકસ્માત:હિટ એન્ડ રન, કારની ઠોકરે બાઈક સવાર યુવતીનું મોત, ચાલકને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment