Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:હિટ એન્ડ રન, કારની ઠોકરે બાઈક સવાર યુવતીનું મોત, ચાલકને ઈજા

    15 hours ago

    દેવભૂમિ દ્વારકા નજીક ઓખા હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.જેમાં કારે બાઇકને ઠોકર મારતા સર્જાયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં મોટરસાયકલ સવાર યુવતિનુ ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયુ હતુ. જયારે અકસ્માતમાં બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચી છે. બનાવ બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર જામનગરના દરબારગઢ વિસ્તારમાં રહેતા રોહિતભાઈ રવજીભાઈ સોલંકીએ દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની સાળી સંગીતાબેન રાજુભાઈ કોસ્તી (ઉ.વ. 23) અને તેમના સાઢુભાઈ મનીષભાઈ દેવાભાઈ જોગસયા મોટરસાયકલ પર દ્વારકાધીશના દર્શન માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન રવિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સમયે દ્વારકાના ઓખા મઢી ગામ નજીક હાઈવે પર કોઈ કારણસર તેમણે મોટરસાયકલ ઊભું રાખ્યું હતું. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી એક અજાણી કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સંગીતાબેનને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મનીષભાઈને પગમાં ફ્રેક્ચર સહિત અન્ય ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જયારે અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મધરાતે બે કાર વચ્ચે ભીષણ ટક્કર જામનગર તરફથી એક પરિવાર ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા આવી રહ્યો હતો. તે દરમિયાન ઓખામઢી ટોલ પ્લાઝા નજીક રોડની બાજુમાં ઉભેલી એક કાર સાથે પાછળથી આવી રહેલી અન્ય કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કરનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અકસ્માતમાં બે વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોંચી હતી. બંનેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા બાદ એક વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાનું જણાતા તેને વધુ સારવાર માટે ખંભાળિયા સ્થિત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બે દિવસની સારવાર બાદ બંને ભાઇ મોતને ભેટ્યા‎:રખોલીની ચાલીમાં સિલિન્ડર બ્લાસ્ટથી બે ભાઇના મોત
    Next Article
    In Telangana hospital, 5 women develop complications after C-section, 3 now on dialysis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment