Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધિ:ઇડરના ચિત્રોડા ગામની એકતા જોશીએ ‎અમેરિકામાં સાહસિક રમતોમાં ડંકો વગાડ્યો‎

    18 hours ago

    ઇડર તાલુકાના ચિત્રોડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા પરિવારની એકતા જોશીએ અમેરિકાની ધરતી પર પોતાની અદભુત પ્રતિભા, હિંમત અને અથાગ મહેનતના બળે સફળતાના નવા શિખરો સર કર્યા છે. સુરતની રીવરડેલ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલી એકતાએ અમેરિકામાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરીને માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. સાહસિક પ્રવૃત્તિઓમાં વિશેષ રુચિ ધરાવતી એકતા જોશીએ હોટ એર બલૂનિંગ, સ્કાય ડાઇવિંગ, સ્કૂબા ડાઇવિંગ અને પિસ્ટલ શૂટિંગ જેવી રોમાંચક રમતોમાં સફળતાપૂર્વક ભાગ લઈને પોતાની અજોડ હિંમત અને આત્મવિશ્વાસનો પરિચય આપ્યો છે. આટલું જ નહીં, તેણે વિશ્વપ્રસિદ્ધ ''Vixen DeVille Fire Eating Workshop'' માં કઠિન તાલીમ મેળવીને ''ફાયર-ઈટિંગ'' જેવી અનોખી અને કૌશલ્યપૂર્ણ પરફોર્મિંગ આર્ટમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી સૌને આશ્ચર્યચકિત કર્યા છે. પોતાના સપનાઓને નવી ઉડાન આપતાં એકતા હાલમાં અમેરિકામાં પ્રાઇવેટ એરક્રાફ્ટ ઉડાવવાની પ્રોફેશનલ તાલીમ પણ લઈ રહી છે. સાહસિક પ્રવૃત્તિઓની સાથે સાથે તે મીડિયા ક્ષેત્રે પણ સક્રિય છે અને હાલ Associate Producer તરીકે પોતાની સર્જનાત્મકતા અને આગવી કોઠાસૂઝથી મજબૂત ઓળખ ઊભી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આયોજન:સા.કાં.ના યુવાનો માટે આર્મી અગ્નિવીર ભરતી માટે નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ
    Next Article
    ચોમાસામાં વરસાદ પડતાં જ 50 દિવસમાં 104 લોકોને સાપ કરડ્યો:પંચ., દાહોદ, મહી.માં સરેરાશ રોજ 2 જણને અસર; ગોધરા સિવિલમાં ખસેડાયા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment