Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:સા.કાં.ના યુવાનો માટે આર્મી અગ્નિવીર ભરતી માટે નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ

    19 hours ago

    સાબરકાંઠા જિલ્લાના યુવાનો માટે જિલ્લા રોજગાર કચેરી, હિંમતનગર દ્વારા આર્મી અગ્નિવીર ભરતી પ્રક્રિયા માટે વિનામૂલ્યે નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરાયું છે. આર્મી અગ્નિવીર લેખિત પરીક્ષામાં પાસ થયેલા અથવા આગામી આર્મી અગ્નિવીર ભરતીમાં જોડાવા ઈચ્છતા જિલ્લાના યુવાનો માટે 30 દિવસની શારીરિક અને લેખિત તાલીમ માટેના વિનામૂલ્યે નિવાસી વર્ગો શરૂ કરાશે. તાલીમ કાર્યક્રમ અંતર્ગત જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 1 અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 1 એમ કુલ 2 નિવાસી તાલીમ વર્ગો યોજાશે. 30 દિવસની તાલીમમાં જોડાવવા ઇચ્છતા ઉમેદવારોએ 17.5 થી 21 વર્ષની વયમર્યાદા, 168 સે.મી ઊંચાઈ, 77 થી 82 સે.મી છાતી, 50 કિલોગ્રામ વજન હોવું જરૂરી છે. આ તાલીમમાં ફરજિયાત રોકાણ કરવાનું રહેશે. તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવા જમવાની તમામ વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે તથા તાલીમ પૂર્ણ કરનાર ઉમેદવારોને સ્ટાઇપેન્ડ અપાશે. જોડાવા ઈચ્છતા લાયકાત ધરાવતા સાબરકાંઠા જિલ્લાના ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી 7 દિવસમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અથવા નગર રોજગાર કચેરી, ખેડબ્રહ્મા રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પસંદગી કેમ્પનો પ્રારંભ‎:પ્રથમ દિવસે ઉ.મા.માં 89એ તથા મા.માં 137એ શાળા પસંદગી કરી
    Next Article
    સિદ્ધિ:ઇડરના ચિત્રોડા ગામની એકતા જોશીએ ‎અમેરિકામાં સાહસિક રમતોમાં ડંકો વગાડ્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment