Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નદીમાં ઝેરી કેમિકયુક્ત પાણી છોડવામાં આવતા સ્વાસ્થ્ય સામે ખતરો:શંખેશ્વરની નદીમાં ઝેરી કેમિકલ ‎ઠાલવનારા સામે કાર્યવાહી કરો‎

    3 days ago

    શંખેશ્વર તાલુકામાંથી પસાર થતી રૂપેણ નદીમાં અજાણ્યા તત્વો અને ઔદ્યોગિક એકમો દ્વારા ઝેરી કેમિકયુક્ત પાણી છોડવામાં આવતા લોકોમાં સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો હોય સ્થાનિક રહીશો અને કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ સાથે રજુઆત કરી હતી. શંખેશ્વર તાલુકામાંથી પસાર થતી પવિત્ર રૂપેણ નદીમાં અજાણ્યા તત્વો અને ઔદ્યોગિક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો સ્થાનિક રહીશો દ્વારા ગંભીર આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે પ્રદૂષિત પાણીના કારણે નદીનું જળ દૂષિત થતાં સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.​આ કેમિકલયુક્ત પાણીથી જમીનની ફળદ્રુપતા અને પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. સાથોસાથ પશુઓ માટે પીવાના શુદ્ધ પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે અને જળચર સૃષ્ટિ તેમજ જાહેર આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ ડેલીગેટ વિનોદ ઠાકોરે તંત્રને ચીમકી આપતાં જણાવ્યું હતું કે તાત્કાલિક નદીમાં સ્થળ તપાસ કરી દૂષિત થઈ રહેલા પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવા અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉઘરાણી અને બોલાચાલીની બાબતે મામલો ઉગ્ર બન્યો‎:સિદ્ધપુરમાં સામાન્ય બાબતે બોલાચાલી કરી મારામારી થતાં સામસામે ફરિયાદ
    Next Article
    DBM લેયરથી સજ્જ ટેક્નોલોજીથી સીસી રોડ બનશે:પાટણના કાંસા -સરીયદ –ઉંદરા 17 કિમી‎ રોડ રૂ.50.79 કરોડના ખર્ચે નવો બનશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment