Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉઘરાણી અને બોલાચાલીની બાબતે મામલો ઉગ્ર બન્યો‎:સિદ્ધપુરમાં સામાન્ય બાબતે બોલાચાલી કરી મારામારી થતાં સામસામે ફરિયાદ

    3 days ago

    સિદ્ધપુર તાલુકાના રામપુરા ગામે બે દિવસ અગાઉ રાત્રિના સુમારે ઉઘરાણી અને બોલાચાલીની બાબતે મામલો ઉગ્ર બનતા બે જૂથો વચ્ચે સામસામી મારામારીની ઘટના બની હતી. આ બનાવમાં બંને પક્ષોના કુલ 8 જેટલા ઇસમો સામસામે આવી જતા લોખંડની પાઈપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાના ​પ્રથમ બનાવમાં સુરેશભાઈ પરમાર દ્વારા રમીલાબેન પરમાર સહિત ચાર શખ્સો સામે પૈસાની ઉઘરાણી બાબતે મારઝૂડ કરી લમણા તથા હાથ પર ગંભીર ઈજા પહોંચાડી ફેક્ચર કરવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે સામાપક્ષે જયેશભાઈ પરમાર દ્વારા પણ સુરેશભાઈ પરમાર સહિત ચાર લોકો સામે ઘરે આવી ગાળો બોલી, ધોકા અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:હિંમતનગરમાં ઘરમાંથી સોનાની વીંટી અને 10 હજાર ચોરનાર યુવતી પકડાઇ
    Next Article
    નદીમાં ઝેરી કેમિકયુક્ત પાણી છોડવામાં આવતા સ્વાસ્થ્ય સામે ખતરો:શંખેશ્વરની નદીમાં ઝેરી કેમિકલ ‎ઠાલવનારા સામે કાર્યવાહી કરો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment