Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DBM લેયરથી સજ્જ ટેક્નોલોજીથી સીસી રોડ બનશે:પાટણના કાંસા -સરીયદ –ઉંદરા 17 કિમી‎ રોડ રૂ.50.79 કરોડના ખર્ચે નવો બનશે‎

    22 hours ago

    પાટણ જિલ્લાના ગ્રામીણ માર્ગ આધુનિક અને સુદ્રઢ બનાવવાના ભાગરૂપે પ્રથમવાર જિલ્લામાં મુખ્ય જિલ્લા માર્ગ કાંસા–સરીયદ–સાંપ્રા– ઉંદરા રોડ 17.680 કિમી પર રૂ. 50.79 કરોડના ખર્ચે મજબૂતીકરણ, રીસરફેસીંગ અને સીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ રોડની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, જિલ્લામાં પ્રથમ વખત રસ્તાના નિર્માણમાં "લાઈમ સ્ટેબીલાઈઝેશન" જેવી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. લાઈમ સ્ટેબીલાઈઝેશન" અત્યાધુનિક ટેક્નોલોજી અંગે માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસામાં પાણી ભરાવાથી કે ભારે વાહનોના પરિવહનને કારણે રસ્તા નીચેની કાળી કે પોચી માટી બેસી જાય છે અને ડામર ઉખડીને ખાડા પડી જાય છે. લાઈમ સ્ટેબીલાઈઝેશન પદ્ધતિમાં જમીનના મૂળ પાયાની માટીમાં જ ચોક્કસ પ્રમાણમાં ચૂનો ભેળવી આધુનિક મશીનરી વડે પ્રોસેસ રોડ કરવામાં આવે છે. આ કેમિકલ રિએક્શનથી માટીના કણો એકબીજા સાથે પથ્થરની જેમ ચોંટી જાય છે. પરિણામે માટીની ભાર વહન કરવાની ક્ષમતા (CBR વેલ્યુ) 3%થી વધીને સીધી 15%થી 30% સુધી પહોંચી જાય છે. પરંપરાગત ડામર રોડનું આયુષ્ય માત્ર 5થી 7 વર્ષનું હોય છે અને દર બે-ત્રણ વર્ષે રિપેરિંગ કરવું પડે છે. પરંતુ સ્ટેબીલાઈઝેશન ટેક્નોલોજીથી તૈયાર થયેલો રોડ પાણી સામે વોટરપ્રૂફ કવચ મેળવે છે અને ભારે ઓવરલોડેડ વાહનોની અવરજવર છતાં 15થી 25 વર્ષ સુધી અડીખમ રહે છે. બહારથી પથ્થરો લાવવાને બદલે સ્થાનિક માટીનો જ ઉપયોગ થતો હોવાથી આ પદ્ધતિ પર્યાવરણપૂરક પણ છે. ઇંધણ અને સમય બને બચશે હાલમાં એજન્સી દ્વારા 17 કિમી પૈકી 6.70 કિમી વિસ્તારમાં ડેન્સ બિટ્યુમિનસ મેકડમ (DBM)નું કામ પૂર્ણ કરી દેવાયું છે. આ સ્માર્ટ માર્ગ તૈયાર થવાથી આસપાસના અનેક ગામડાઓના વાહનચાલકોને ખાડામુક્ત સવારી મળશે, ઇંધણ અને સમયની બચત થશે તેમજ સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ માટે માલસામાનની હેરફેર અત્યંત સરળ બની જશે. પાટણના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ ટેક્નોલોજી ખરી "ગેમ-ચેન્જર" સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    નદીમાં ઝેરી કેમિકયુક્ત પાણી છોડવામાં આવતા સ્વાસ્થ્ય સામે ખતરો:શંખેશ્વરની નદીમાં ઝેરી કેમિકલ ‎ઠાલવનારા સામે કાર્યવાહી કરો‎
    Next Article
    પાટણ મર્ડર કેસ:પત્નીની હત્યા બાદ મિત્રને કહ્યું,ભાભી નહીં આવે, પિક્ચર પૂરું થઈ ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment