Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ મર્ડર કેસ:પત્નીની હત્યા બાદ મિત્રને કહ્યું,ભાભી નહીં આવે, પિક્ચર પૂરું થઈ ગયું

    21 hours ago

    પાટણ શહેરના સાઈબાબા ત્રણ રસ્તા પાસે આવેલી હોટલ-89માં પત્ની શ્રેયા પટણીનું ગળું દબાવી હત્યા કરવાના કેસમાં પાટણ પોલીસે હત્યારા પતિ સંજય અરવિંદકુમાર પરમાર અને તેના મિત્ર દેવકીનંદન ઉર્ફે દેવો મારવાડીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપી સંજયે પોલીસ સમક્ષ હત્યા કેવી રીતે કરી તેની વિગતો વર્ણવી હતી. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા પણ પોલીસે કબજે લીધી છે. રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન હત્યાની આરોપીની કબૂલાત રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી સંજય પરમારે જણાવ્યું હતું કે, "શરૂઆતમાં અમારી વચ્ચે વાતચીત થઈ હતી મેં તેને કહ્યું હતું કે હવે પહેલાની વાતો ભૂલી જઈએ અને મેઘાણીનગર છોડીને અન્ય જગ્યાએ રહેવા જઈએ. પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી હતી. તેણે મને લાફો મારી કહ્યું હતું કે "બે દિવસ પહેલાં જ તને માર પડ્યો છે, તોય સમજાતું નથી? હું તો મેઘાણીનગરમાં જ રહીશ." ત્યારબાદ તેણે મારી બહેન વિશે અપશબ્દો બોલ્યા હતા. તેનાથી હું ઉશ્કેરાઈ ગયો અને બંને હાથથી તેનું ગળું દબાવી દીધું. "તેનું મૃત્યુ થયા બાદ મારા મિત્ર દેવકીનંદન ઉર્ફે દેવાને ફોન કરીને ઉપર બોલાવ્યો હતો. દેવો નાહીને બહાર આવ્યો ત્યારે તેણે પૂછ્યું કે "ભાભી સાથે નથી આવવાના?" ત્યારે મેં તેને કહ્યું હતું કે "ના... હવે નહીં આવે, પિક્ચર પૂરું થઈ ગયું છે, અહીંથી નીકળવાનું કર." ત્યારબાદ અમે નીચે આવી હોટલ સંચાલકને કહ્યું હતું કે "હું થોડા સમયમાં આવીને ચેકઆઉટ કરી દઈશ" અને ત્યાંથી નીકળી ગયા હતા."
    Click here to Read More
    Previous Article
    DBM લેયરથી સજ્જ ટેક્નોલોજીથી સીસી રોડ બનશે:પાટણના કાંસા -સરીયદ –ઉંદરા 17 કિમી‎ રોડ રૂ.50.79 કરોડના ખર્ચે નવો બનશે‎
    Next Article
    સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પસંદગી કેમ્પનો પ્રારંભ‎:પ્રથમ દિવસે ઉ.મા.માં 89એ તથા મા.માં 137એ શાળા પસંદગી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment