Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન:ઘોઘામાં એક ઈંચ, સિહોર અને તળાજામાં અડધો ઈંચ જયારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ

    1 day ago

    ભાવનગર જિલ્લામાં આજે મેઘરાજાએ મહેર વરસાવતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જેમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 કલાક સુધીના સમયગાળા દરમિયાન જિલ્લાના 10 પૈકી 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ​આજના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, ઘોઘા તાલુકામાં સૌથી વધુ 27 મિમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે સિહોરમાં 15 મિમી અને તળાજામાં 12 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે બાકીના વલ્લભીપુર અને ઉમરાળા એમ બે તાલુકાઓમા બંને તાલુકાઓ કોરા રહ્યા હતા., ભાવનગર ​શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઘનઘોર વાદળાં બંધાયા હતા અને મેઘરાજાનું ધીમી ધારે આગમન થયું હતું, જેમાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સિહોર અને તળાજામાં અડધો ઈંચ જયારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો, બફારો અને અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત ની લાગણી થઈ હતી, ભાવનગર જિલ્લાના 8 તાલુકાઓમાં વરસાદ ભાવનગર જિલ્લામાં સવારનાના 6 થી રાત્રી ના 6 કલાક સુધીના વરસાદના આંકડા જોઈએ તો, વલ્લભીપુર - 0 મિમી, ઉમરાળા -0 મિમી, ભાવનગર - 8 મિમી, ઘોઘા -27 મિમી, સિહોર -15 મિમી, ગારીયાધાર -3 મિમી, પાલીતાણા -8 મિમી, તળાજા -12 મિમી, મહુવા - 7 મિમી તથા જેસર - 1 મિમી વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લાના 10 તાલુકા માંથી 8 તાલુકા સામાન્ય વરસાદ પડ્યો હતો જ્યારે 2 તાલુકાઓ કોરા ઘાક હતા.
    Click here to Read More
    Previous Article
    મંચુરિયનમાંથી ઉંદર નીકળતા જ ગ્રાહકના હોશ ઉડ્યા:સુરતમાં લાઇસન્સ વગર ધમધમતા ફૂડ આઉટલેટ, મનપાએ માત્ર ગંદકીની નોટિસ અને ₹1000 દંડ વસૂલી સંતોષ માન્યો
    Next Article
    સાંજના સમયે શહેરમાં ધોધમાર વરસાદ:નોકરીથી પરત ફરતા લોકોને હાલાકી, રાવપુરા, ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગમાં વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment