Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંજના સમયે શહેરમાં ધોધમાર વરસાદ:નોકરીથી પરત ફરતા લોકોને હાલાકી, રાવપુરા, ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગમાં વરસાદ

    1 day ago

    અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત વડોદરાવાસીઓને અંતે રાહત મળી છે. વિરામ બાદ શહેરમાં આજે સાંજ થયાની સાથે જ ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. નોકરીથી પરત ફરતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રાવપુરા, ફતેગંજ, આજવા રોડ પર ધોધમાર વરસાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વાદળ છાયા વાતાવરણ વચ્ચે બફારો વધ્યો હતો. જો કે સમી સાંજ થતાની સાથે જ શહેરમાં વરસાદની શરૂઆત થઈ અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે સાંજના સમયે શહેરના રાવપુરા, ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, સુભાનપુરા, સયાજીગંજ, પાણીગેટ, માંડવી, હરણી જેવા મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કલાકોમાં શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા છે. જ્યારે વડોદરા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ વરસાદ શરૂ થયો છે. જેના કારણે વાવણી કરી રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન:ઘોઘામાં એક ઈંચ, સિહોર અને તળાજામાં અડધો ઈંચ જયારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ
    Next Article
    Gujarat Breaking News | 7 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment