Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આનંદનગરમાં પાડોશીનો પાડોશી પર લાકડીથી હુમલો:બાળકને હેરાન કરવા બાબતે મામલો બિચક્યો,ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા;ફરિયાદ નોંધાઈ

    17 hours ago

    ભાવનગરના આનંદનગર વિસ્તારમાં બાળકને હેરાન કરવાની બાબતે પાડોશીઓ વચ્ચે થયેલો બોલાચાલીનો મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બાળકના પિતા ઠપકો આપવા જતા શખ્સે તેની સાથે ઝઘડો કર્યો હતો. ઢીકાપાટુ અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાડોશી હેરાન કરતો હોવાની જાણ બાળકે પિતાને કરી આનંદનગરના બ્લોક નંબર 108, રૂમ નંબર 184માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 47 વર્ષીય મેહુલભાઈ મનુભાઈ ઠક્કરનો 10 વર્ષનો પુત્ર ઘર બહાર રમતો હતો. આ દરમિયાન સામે રહેતો દિલીપ ધીરુભાઈ બાળકને હેરાન કરતો હોવાની જાણ બાળકે પિતાને કરી હતી. જેથી મેહુલભાઈ આ બાબતે દિલીપને પૂછવા ગયા હતા. બાળકના પિતાને ઢીકાપાટુનો મૂઢમાર માર્યો ઠપકો આપતાં જ ઉશ્કેરાયેલા દિલીપે અપશબ્દો બોલી મેહુલભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેણે મેહુલભાઈને પ્રથમ ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો અને પછી લાકડીના ફટકા મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપી મેહુલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પાડોશી દિલીપ સામે ફરિયાદ નોંધાઈ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ઈજાગ્રસ્ત મેહુલભાઈની ફરિયાદના આધારે આરોપી દિલીપ સામે BNS એક્ટની કલમ 115(2), 352, 351(3) તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરવી ભારે પડી:રાજકોટ મનપા દ્વારા 'હાઉસ ઓફ સ્નેક્સ', 'આર.બી ફૂડ', ' શ્રીજલારામ ટ્રેડર્સ' સહિત 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી રૂ. 75,500નો દંડ વસુલાયો
    Next Article
    રાજકોટના લોકમેળાનું ઇન્ડિયન નેવીના બેન્ડથી ઓપનિંગ થશે:ઈમરજન્સી માટે બે કોરિડોર, AI ડ્રોનથી ક્રાઉડ મેનેજમેન્ટ; 5 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઈટર મેળા ગ્રાઉન્ડમાં રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment