Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના લોકમેળાનું ઇન્ડિયન નેવીના બેન્ડથી ઓપનિંગ થશે:ઈમરજન્સી માટે બે કોરિડોર, AI ડ્રોનથી ક્રાઉડ મેનેજમેન્ટ; 5 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઈટર મેળા ગ્રાઉન્ડમાં રહેશે

    18 hours ago

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 2થી 6 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેમાં ઈન્ડિયન નેવીના બેન્ડથી ઓપનિંગ સેરેમની યોજાશે. એક્સ્પો, એક્ઝિબિશન, શો કે પ્રદર્શન માટે 2 મોટા પ્લોટ રખાશે. આ વખતે તમામ વિભાગોનો એક જ ડેડિકેટેડ કંટ્રોલ રૂમ તેમજ ગ્રાઉન્ડની અંદર 1 અને બહાર 2 ઈમરજન્સી કોરિડોર ઊભા કરવામાં આવનાર છે. જેથી આગ કે મેડિકલની ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત કાર્ય થઈ શકે. 5 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઈટર ગ્રાઉન્ડમાં રહેશે. મેળાના 5 દિવસ દરમિયાન 15 લાખ આસપાસ લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે આ વખતે પણ ડ્રોનથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે. મેળામાં 48 ખાણીપીણીના અને 100 રમકડાના પ્લોટ સહિત 228 પ્લોટ છે. જેમાં આ વખતે નાની ચકરડી માટે 12થી વધારી 24 પ્લોટ કરવામાં આવતા બાળકો આ મેળાનો ખૂબ જ આનંદ ઉઠાવી શકશે. કંપની કે સંસ્થાના એક્સોપો, પ્રદર્શન માટે 2 મોટા પ્લોટ રાજકોટ જિલ્લાના પુરવઠા અધિકારી અને પ્રાંત અધિકારીનો ચાર્જ ધરાવતા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ એ.એસ.ઝાપડાએ જણાવ્યું હતુ કે, લોકમેળામાં આ વખતે નવા એક ઈનિશિયેટિવના ભાગરૂપે કોઈ કંપનીઓ કે કોઈ સંસ્થાને એક્સ્પો કે એક્ઝિબિશન કરવું હોય, અન્ય કોઈ શો કે પ્રદર્શનો કરવા હોય તો એના માટે પણ 2 મોટા પ્લોટો છે. આ ઉપરાંત ખાણી-પીણીના મોટા પ્લોટો જે 'વન કોર્નર'ના છે એવા 40 રાખવામાં આવ્યા છે. મોટી યાંત્રિક પ્રકારની રાઈડો છે તેને E, F, G, H અલગ-અલગ કેટેગરીમાં અંદાજિત 40 પ્લોટો રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આઈસ્ક્રીમના પ્લોટો છે એ 17 રાખવામાં આવ્યા છે. મોટી રાઈડો માટે 5 ઑગસ્ટે હરાજી એ.એસ.ઝાપડાએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટના ડ્રોની પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત હરાજીની પ્રક્રિયા છે એ કેટેગરી B1 તથા A માટે 4 ઑગસ્ટે રાખેલી છે. કેટેગરી E, F, G, H એટલે કે મોટી યાંત્રિક રાઈડો છે એના માટેની હરાજીની પ્રક્રિયા 5 ઓગસ્ટના છે. આ ઉપરાંત 6 ઓગસ્ટના રોજ જે આઈસ્ક્રીમ કેટેગરીના સ્ટોલ છે એની હરાજી છે. આગ કે મેડિકલ ઈમરજન્સીમાં 2 ડેડિકેટેડ કોરિડોર મદદરૂપ બનશે ગત વર્ષથી જ જે લોકમેળાનું ગ્રાઉન્ડ છે એમાં એમની પેરીફેરીમાં એક ડેડિકેટેડ રસ્તો રાખ્યો છે જેમાં માત્ર એમ્બ્યુલન્સ કે ફાયરના વ્હીકલો છે એને જ પરિમિશન છે અને એ જ ઝડપથી કોઈ નાની-મોટી દુર્ઘટના થાય તો હોસ્પિટલમાં પહોંચવામાં એમને સરળતા રહે એટલે વિશેષ એક કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત બહારના રોડ ઉપર પણ ટ્રાફિક હોવાના કારણે એમ્બ્યુલન્સને થોડો સમય હોસ્પિટલે પહોંચવામાં જતો હતો, એ માટે થઈને કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશના સીધા માર્ગદર્શન હેઠળ બે અલગથી ડેડિકેટેડ ડિઝાસ્ટર કોરિડોર આ વખતે વિકસાવવામાં આવ્યા છે. બે અલગથી ડેડિકેટેડ કોરિડોર વિકસાવવામાં આવ્યા મેળાના ગ્રાઉન્ડથી લઈ અને ફન વર્લ્ડમાંથી વચ્ચેથી એ રસ્તો લઈ, ગાર્ડનમાંથી પસાર કરી અને સીધા કિસાનપરા સર્કલ સુધી અથવા અન્ય બીજો રસ્તો છે એ મેળાના ગ્રાઉન્ડમાંથી લઈ અને જે એથલેટિક ટ્રેક છે ત્યાંથી લઈ અને માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં થઈ અને બહુમાળી ભવન સુધી ડાયરેક્ટ નીકળી જવાય અને આપણે સમયનો બચાવ કરી શકીએ એ પ્રકારના બે અલગથી ડેડિકેટેડ કોરિડોર આ વખતે વિકસાવવામાં આવ્યા છે. આ વર્ષે મેળામાં એક જ કંટ્રોલ રૂમ આ ઉપરાંત દર વખતે અલગ-અલગ વિભાગોના અલગ-અલગ કંટ્રોલ રૂમ આપણે રાખતા હતા અને લોકોને કંઈ ફરિયાદો હોય તો ત્યાં જતા હતા. પરંતુ લોકોની ફરિયાદોનું ઝડપથી નિરાકરણ એક જ જગ્યાએ અને સરળતાથી થઈ શકે એ માટે આ વખતે એક ડેડિકેટેડ કંટ્રોલ રૂમ તમામ વિભાગોનો સંયુક્ત આ વખતે રાખવામાં આવનાર છે. જેના કારણે અલગ-અલગ વિભાગો વચ્ચે સંકલન ખૂબ ઝડપથી થઈ શકે. AI બેઝ્ડ ડ્રોનથી ક્રાઉડ મેનેજમેન્ટ કરાશે આ ઉપરાંત ગત વર્ષથી આપણે જે મેળામાં માનવમેદની આવે છે એનું AI બેઝ્ડ ડ્રોન મારફત આપણે ક્રાઉડ મેનેજમેન્ટ કરીએ છીએ એ આ વખતે પણ આપણે કરનાર છીએ. આ ખાસ પ્રકારના ડ્રોન હોય છે જે એટ અ ટાઈમ આપણને ગ્રાઉન્ડમાં કેટલા લોકો છે, બહારથી કેટલા લોકોની અવર જવર થઈ રહી છે. જેના કારણે આપણે ક્રાઉડ મેનેજમેન્ટ ખૂબ સારી રીતે ગત વર્ષે પણ કરી શક્યા હતા અને એ જ ડેટાનું આ વર્ષે આપણે એનાલિસિસ કરી અને આપણો લેઆઉટ છે એ ખૂબ સારી રીતે બનાવ્યો છે. 5 એમ્બ્યુલન્સ, 2થી 3 ફાયર ફાઈટર મેળા ગ્રાઉન્ડમાં રહેશે આ ઉપરાંત તમામ વિભાગોના અધિકારી-કર્મચારીઓને ઝડપથી સંકલન થઈ શકે એ માટે આપણને ખ્યાલ છે ત્યાં મુજબ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવે છે ત્યારે મોબાઈલ નેટવર્કની નાની-મોટી સમસ્યા સર્જાય છે, તો આ અધિકારી-કર્મચારીઓ માટે વોકી-ટોકીની વ્યવસ્થા પણ આ વર્ષે આપણે કરનાર છીએ. આ ઉપરાંત આકસ્મિક સંજોગોને પહોંચી વળવા 5 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરના 2થી 3 વાહન આપણે કન્ટીન્યુઅસ ત્યાં મેળાના ગ્રાઉન્ડમાં રાખવામાં આવશે. આ ઉપરાંત આપણે ગત વર્ષથી જ જે આપણો સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ એમાં ખૂબ નામી-અનામી કલાકારોને આપણે ગત વર્ષથી સરકારના રમત ગમત અને યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના સહયોગથી ગત વર્ષથી જ આપણે મોટા કલાકારો આપણે ત્યાં બોલાવીએ છીએ. આ વર્ષે પણ ખૂબ મોટા નામના જે કલાકારો છે એ ડેઈલી પાંચે-પાંચ દિવસ આપણે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો કરશું અને સંભવિત આ વર્ષે આપણે જે આપણી ઓપનિંગ સેરેમની છે એ આપણું ભારતનું ઘરેણું કહી શકાય એવું ઈન્ડિયન નેવીનું જે બેન્ડ છે એ મારફત પણ આપણે કરવાનું આયોજન કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    આનંદનગરમાં પાડોશીનો પાડોશી પર લાકડીથી હુમલો:બાળકને હેરાન કરવા બાબતે મામલો બિચક્યો,ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા;ફરિયાદ નોંધાઈ
    Next Article
    અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના ઠેર ઠેર દરોડા:ગેરકાયદે રેતી ખનન, કલેક્ટરે કડક કાર્યવાહીના આદેશ આપ્યા; ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગને કાર્યવાહી કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment