Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરવી ભારે પડી:રાજકોટ મનપા દ્વારા 'હાઉસ ઓફ સ્નેક્સ', 'આર.બી ફૂડ', ' શ્રીજલારામ ટ્રેડર્સ' સહિત 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી રૂ. 75,500નો દંડ વસુલાયો

    16 घंटे पहले

    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ તેમજ અસ્વચ્છતા સામે લાલ આંખ કરીને વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 64 પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ગંભીર બેદરકારી, અસ્વચ્છતા અને અખાદ્ય સામગ્રી મળી આવતા કુલ 476 કિલો વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, હાઈજેનિક કન્ડિશન, સ્ટોરેજ અને ફૂડ લાઈસન્સના નિયમોના ભંગ બદલ 29 પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારીને કુલ રૂ. 75,500 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. વહિવટી તંત્ર દ્વારા ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ અટકાવવા માટે fssai એક્ટ હેઠળ 04 ખાદ્ય પદાર્થોના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ગંભીર ક્ષતિઓ ધરાવતી 11 પેઢીઓને સ્થળ પર જ સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની કડક કાર્યવાહી દરમિયાન વિવિધ વિસ્તારોમાં આવેલી 11 પેઢીઓને સીલ કરવામાં આવી હતી. જેમાં નાનામવા રોડ પર સિલ્વર હાઇટ્સ પાસે આવેલ "હાઉસ ઓફ સ્નેક્સ" ના કિચન, ડીપ ફ્રીજ અને સ્ટોરેજમાં પુષ્કળ ગંદકી માલૂમ પડતા 40 કિલો વાસી ખોરાકનો નાશ કરી રૂ. 5000 દંડ વસૂલી પેઢી સીલ કરાઈ હતી. માધાપર ગામના એન્ટ્રીગેટ સામે આવેલ "આર.બી ફૂડ પ્રોડક્ટ" માંથી પ્રતિબંધિત સિન્થેટિક કલર અને 90 કિલો સડેલા-કાપેલા પપૈયા મળી આવતા SWM વાહન દ્વારા નાશ કરી રૂ. 10,000 નો ચાર્જ વસૂલાયો હતો અને ટોમેટો સોસનો નમૂનો લેવાયો હતો. ભુપેન્દ્ર રોડ પર શિરોમણી કોમ્પલેક્ષ સામે આવેલ "જય અંબે લાઈવ વેફર્સ" માં દાઝીયા તેલમાં રસોઈ, દુર્ગંધયુક્ત વાતાવરણ, જીવાતનો ઉપદ્રવ અને પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ થતો હોવાથી રૂ. 3,000 નો દંડ કરી પેઢી સીલ કરાઈ હતી. ઉપરાંત 150 ફૂટ રિંગ રોડ પર અંકુર રોડ પાસે આવેલ "શ્રી જલારામ ટ્રેડર્સ" ફૂડ લાઈસન્સ વગર મમરા-પોહાનું પ્રોસેસિંગ કરતી હતી અને બોગસ બ્રાન્ડ નામોથી પેકિંગ કરતી હોવાનું ખુલતા રૂ. 10,000 વહીવટી ચાર્જ વસૂલ કરી સીલ કરવામાં આવી હતી. પ્રહલાદ પ્લોટ-27 કોર્નર પર આવેલ "સદગુરુ ફરસાણ નમકીન સ્વીટ" માંથી 18 કિલો અખાદ્ય સામગ્રી અને દાજીયુ તેલ નાશ કરાયું હતું. મવડી બાયપાસ રોડ પરની "પટેલ ચાઈનીઝ ભેળ" માંથી 27 કિલો વાસી મંચુરિયન અને દાજ્યું તેલ જપ્ત કરી રૂ. 3,000 નો ચાર્જ વસૂલાયો હતો. ગોંડલ રોડના મક્કમ ચોક પાસે આવેલ "ઇન્ડિયા રેસ્ટોરન્ટ" માંથી 14 કિલો અખાદ્ય નોનવેજ અને ગુજરાતી ખોરાકનો નાશ કરી રૂ. 3,000 ચાર્જ લેવાયો હતો. સાથે મવડી બાયપાસ રોડ પર આવેલ "શ્રીજી ફૂડ ઝોન" માંથી એક્સપાયરી ડેટ વિતેલ પીઝા બેઝ, બન અને વાસી ખોરાક સહિત 24 કિલો જથ્થો નાશ કરી કુલ રૂ. 3,000 દંડ વસૂલાયો હતો. વગડ ચોક પાસે "સોનલ સીઝન સ્ટોર એન્ડ ચાઈનીઝ પંજાબી" માંથી 26 કિલો વાસી ખોરાક અને કલર નાશ કરી રૂ. 5,000 વહીવટી ચાર્જ લેવાયો હતો. કોઠારીયા રોડ પર "શિવ શંકર રેસ્ટોરન્ટ" માંથી 23 કિકો પ્રતિબંધિત કલર જપ્ત કરી રૂ. 5,000 દંડ કરાયો હતો. નાનામૌવા રોડ પરનાં "મહાદેવ પેંડા" માંથી 30 કિલો મીઠો માવો નાશ કરી રૂ. 3,000 નો ચાર્જ વસૂલાયો હતો અને માવાનો નમૂનો લેબ તપાસ માટે મોકલાયો હતો. બીજી તરફ, નિયમોનું ઉલ્લંઘન કરનાર અન્ય પેઢીઓને પણ નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યા હતા. જેમાં કરણપરામાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ "ઠાકોરજી હોટેલ અને રેસ્ટોરન્ટ" માંથી 75 કિલો અખાદ્ય વાસી ખોરાકનો નાશ કરી રૂ. 3,000 ચાર્જ લેવાયો હતો. કેનાલ રોડ પર "કંદોઈ હરીલાલ દેવજી સન્સ" માંથી 20 કિલો દાજ્યું તેલ - વાસી ફરસાણ નાશ કરી રૂ. 2,000 દંડ વસૂલાયો હતો. કરણપરા શેરી નં-6 માં "બચુભાઈ થાબડીવાળા" પાસેથી 10 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરી રૂ. 2,000 વહીવટી ચાર્જ વસૂલાયો હતો. "ઠા. કેશવલાલ માધવજી એન્ડ સન્સ" માંથી 4 કિલો એક્સપાયર્ડ બ્રેડ નાશ કરી રૂ. 2,000 દંડ કરાયો હતો. "આર.બી.સેલ્સ" અને "કનૈયા હોટેલ" પાસેથી લાયસન્સ ન હોવા બદલ રૂ. 2-2 હજાર ચાર્જ લેવાયો હતો. કોઠારીયા રોડ પર આવેલ "કૈલાશ સ્વીટ માર્ટ" માંથી 8 કિલો બાંધેલો લોટ નાશ કરી રૂ. 1,000 ચાર્જ વસૂલાયો હતો. મવડી મેઇન રોડ પર "શ્રીજી ફરસાણ ખમણ" માંથી 12 કિલો વાસી ફરસાણ, "બોમ્બે સ્ટાઇલ પાણીપુરી" માંથી 8 કિલો વાસી બાફેલા બટેટા અને પાણીપુરીનું પાણી નાશ કરાયું હતું. "મહાદેવ મોમોસ એન્ડ ચાઈનીઝ" તથા "બાલાજી જંબો વડાપાઉં" માંથી 4-4 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો. "મહાદેવ ફરસાણ" (રૂ. 500), "શ્રીરામ સ્વીટ માર્ટ" (રૂ. 500), "નિલકંઠ ડેરી ફાર્મ" (રૂ. 500), "સુરતવાલા પ્રોવિઝન સ્ટોર" (રૂ. 1,000), "એમ.કે. ડીલક્ષ પાન" (રૂ. 1,000), "શ્રી ખોડિયાર ફાસ્ટફૂડ" (રૂ. 1,000) અને "ગેલેક્સી પાન/ગોપાલ હોટલ" (રૂ. 1,000) જેવી અનેક પેઢીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આજની ઝુંબેશ દરમિયાન મિલ્ક ચેકિંગ ડ્રાઈવ પણ ચલાવવામાં આવી હતી. જેમાં રાધે હોટલ રોડ પર આવેલ "બજરંગ ડેરી ફરસાણ" માંથી દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો, જ્યારે કોઠારીયા રોડ પરની "શ્રી કૈલાશ ડેરી ફાર્મ" પાસે લાઈસન્સ ન હોવાથી રૂ. 1,000 નો ચાર્જ વસૂલ કરી મિક્સ દૂધનો નમૂનો લેબ પરીક્ષણ અર્થે મોકલાયો હતો. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે પોપટપરા, રેલનગર, ફાયર સ્ટેશન રોડ અને વગડ ચોકડી ખાતે આવેલ સિલ્વર બેકરી, સંકલ્પ સિધ્ધ પાવભાજી, મુંબઈયા મિસળ વડાપાઉ સહિતની 26 પેઢીઓમાં સ્થળ તપાસ કરીને હાઈજેનિક કન્ડિશન જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દ્વારકા પોલીસના ફરજનિષ્ઠ કર્મચારીઓને સન્માનપત્ર અપાયા:SP અને DySPના માર્ગદર્શન હેઠળની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી
    Next Article
    આનંદનગરમાં પાડોશીનો પાડોશી પર લાકડીથી હુમલો:બાળકને હેરાન કરવા બાબતે મામલો બિચક્યો,ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા;ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment