Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ સરદાર હાઇટ્સમાં દર રવિવારે કચરો અલગ કરાશે:પ્લાસ્ટિક, કાચ, કાગળ, ઈ-વેસ્ટ રિસાયક્લિંગ માટે એકત્ર થશે

    14 घंटे पहले

    વલસાડના સૌથી મોટા રહેણાંક સંકુલ સરદાર હાઇટ્સ દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સંકુલના રહીશો હવે દર રવિવારે પ્લાસ્ટિક, કાચ, કાગળ-પૂંઠાં અને ઈ-વેસ્ટ અલગથી એકત્ર કરી રિસાયક્લિંગ માટે મોકલશે. આ પહેલ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી સ્વચ્છતા ઝુંબેશનો ભાગ છે. આ પહેલની પ્રેરણા આસિસ્ટન્ટ કલેક્ટર પિયુષ ગઠાલાની સંકુલ મુલાકાત દરમિયાન મળી હતી. દર રવિવારે સવારે 9થી 11 વાગ્યા દરમિયાન ચાર સ્થળોએ અલગ-અલગ પ્રકારનો ઘન કચરો સ્વીકારવામાં આવશે. કચરાનું વજન કરીને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવશે અને તેના બદલામાં મળતી રકમ ડિજિટલ રીતે એસોસિએશન અથવા ઇચ્છુક રહીશોના ખાતામાં જમા કરાશે. આ અભિયાનથી પ્લાસ્ટિક પ્રદૂષણમાં ઘટાડો થશે, કાચ અને કાગળનું વધુ રિસાયક્લિંગ શક્ય બનશે તથા ઈ-વેસ્ટનું વૈજ્ઞાનિક સંચાલન થઈ શકશે. આ પહેલ પર્યાવરણ સંરક્ષણ અને ઘન કચરાના નિકાલનું ભારણ ઘટાડવામાં પણ મદદરૂપ થશે. ભારે વરસાદ છતાં પ્રથમ જ અઠવાડિયામાં રહીશો, ખાસ કરીને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અંદાજે 60 કિલો ઘન કચરો એકત્ર કર્યો હતો. આગામી દિવસોમાં વધુ લોકો જોડાય તે માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર આયુષ ચૌધરી દ્વારા MyBharat App મારફતે બાળકોને આ અભિયાન સાથે જોડીને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન મળે તે માટે પણ આયોજન કરાઈ રહ્યું છે. ભાગડાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશભાઈ અને ઉપસરપંચ બકુલભાઈએ જરૂરી સાધનો, સફાઈ કર્મચારીઓ તથા અન્ય સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે. સરદાર હાઇટ્સ એસોસિએશને જણાવ્યું છે કે રિસાયક્લિંગથી મળનારી આવકનો ઉપયોગ સંકુલને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા તેમજ બાળકો માટે અભ્યાસેતર પ્રવૃત્તિઓના વિકાસ માટે કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દીવાન-બલ્લુભાઈ શાળામાં 'ગ્રીન ડે'ની ઉજવણી:વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો
    Next Article
    2021ના ગેડિયા પિતા-પુત્ર એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક:કોર્ટે પોલીસની C-સમરી રિપોર્ટ ફગાવી; 8 ઓગસ્ટે PSI સહિત 7 પોલીસકર્મીને કોર્ટમાં હાજર કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment