Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2021ના ગેડિયા પિતા-પુત્ર એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક:કોર્ટે પોલીસની C-સમરી રિપોર્ટ ફગાવી; 8 ઓગસ્ટે PSI સહિત 7 પોલીસકર્મીને કોર્ટમાં હાજર કરવા સૂચના

    12 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામે નવેમ્બર-2021માં થયેલા ચર્ચાસ્પદ પિતા-પુત્ર એન્કાઉન્ટર કેસમાં મહત્વનો ન્યાયિક વળાંક આવ્યો છે. હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના 13 વર્ષનો પુત્ર મદીનખાનના પોલીસ એન્કાઉન્ટરમાં થયેલા મોત મામલે SIT દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલી C-સમરી રિપોર્ટને કોર્ટે ફગાવી દીધો છે. કોર્ટે C-સમરી રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો આ કેસની તપાસ ધાંગધ્રાના તત્કાલીન Dy.SP જે.ડી. પુરોહિતની આગેવાની હેઠળની SIT દ્વારા કરવામાં આવી હતી. SITએ રજૂ કરેલી C-સમરી સામે ફરિયાદી પક્ષના વકીલ પુનિત દવેએ FSL રિપોર્ટ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે દલીલો રજૂ કરી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈને કોર્ટે C-સમરી રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. SIT ટીમે 7 પોલીસકર્મી-અધિકારીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો કોર્ટ સમક્ષ ઘટના સમયે હાજર નજરે જોનારા સાક્ષીઓના નિવેદનો અને FSL રિપોર્ટ સહિતના મહત્વના પુરાવાઓ રજૂ કરાયા હતા. આ પુરાવાઓની ચકાસણી કરતા સ્પષ્ટ થયું કે SITની ટીમે 7 પોલીસ કર્મચારી અને અધિકારીઓનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે 'સ્વ-બચાવ'માં ફાયરિંગ કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી એકત્રિત કરાયેલા પુરાવાઓ અને FSL રિપોર્ટની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, એન્કાઉન્ટરની ઘટના સમયે ખાનગી વાહનનો ઉપયોગ થયો હતો. પોલીસે 'સ્વ-બચાવ'માં ફાયરિંગ કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તમામ આરોપી પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ સામે વોરંટ ઈશ્યૂ કરવાની તજવીજ આમ, ગેરન્યાયિક રીતે C-સમરી ભરવામાં આવી હોવાનું સાબિત થતાં કોર્ટે SITની C-સમરી ફગાવી દીધી છે. કોર્ટે કેસની વધુ તપાસ ચાલુ રાખવાનો આદેશ આપી તમામ આરોપી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે વોરંટ ઈશ્યૂ કરવાની તજવીજ હાથ ધરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. કોર્ટે બજાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI વી.એન. જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ તમામ આરોપી પોલીસકર્મીઓને 8 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા પણ નિર્દેશ કર્યો છે. શું હતો સમગ્ર મામલો? 6 નવેમ્બર, 2021ના રોજ પાટડી તાલુકાના ગેડિયા ગામમાં બજાણા પોલીસની ટીમ આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નોને પકડવા પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી દરમિયાન હનીફખાને પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જ્યારે તેના 13 વર્ષના પુત્ર મદીનખાને ધારિયા વડે હુમલો કર્યો હતો. પોલીસના દાવા અનુસાર, સ્વબચાવમાં કરાયેલા ફાયરિંગમાં પિતા અને પુત્ર બંનેના મોત થયા હતા. આ મામલે ચાર વર્ષ સુધી ચાલેલી કાનૂની લડત બાદ કોર્ટે એન્કાઉન્ટર કેસમાં ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. 8 ઓગસ્ટે PSI સહિત કુલ 7 પોલીસકર્મીને કોર્ટમાં હાજર કરવા સૂચના પોલીસના રેકોર્ડ મુજબ હનીફખાન વાહનચોરી ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો અને તેની સામે ગુજસીટોક સહિત કુલ 86 ગુના નોંધાયેલા હતા, જેમાંથી 59 ગુનામાં તે ફરાર હતો. હવે કોર્ટ દ્વારા C-સમરી ફગાવી દેતા આ સમગ્ર એન્કાઉન્ટર કેસમાં ફરી એકવાર કાનૂની કાર્યવાહી તેજ બનવાની શક્યતા ઉભી થઈ છે. 8 ઓગસ્ટે આરોપી પોલીસકર્મીઓની કોર્ટમાં હાજરી બાદ કેસની આગામી સુનાવણીમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. PSI સહિત સાત પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ 2021ના ગેડીયા એન્કાઉન્ટર કેસમાં નામદાર કોર્ટના હુકમ બાદ બજાણા પોલીસમથકના તત્કાલિન PSI વી.એન.જાડેજા, રાજેશ સવજીભાઈ, કિરીટ ગણેશભાઈ,દિગ્વિજયસિંહ હરદીપસિંહ, શૈલેષ પ્રહલાદભાઈ, મનુ ગોવિંદભાઇ અને પ્રહલાદ પ્રભુભાઈ સહિતના સાત પોલીસકર્મી વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ સરદાર હાઇટ્સમાં દર રવિવારે કચરો અલગ કરાશે:પ્લાસ્ટિક, કાચ, કાગળ, ઈ-વેસ્ટ રિસાયક્લિંગ માટે એકત્ર થશે
    Next Article
    Azam Khan का Ramur बना दूसरा जंतर-मंतर ! Jauhar University | Student Protest | NEET

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment