Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવાન-બલ્લુભાઈ શાળામાં 'ગ્રીન ડે'ની ઉજવણી:વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો

    14 hours ago

    દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા, કાંકરિયા (ગુજરાતી માધ્યમ) ખાતે પર્યાવરણ દિન નિમિત્તે 'ગ્રીન ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બીજનું વાવેતર અને વૃક્ષારોપણ સહિત વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો લીલા રંગનાં વસ્ત્રોમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ અને લીલા રંગનું પ્રતીકાત્મક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળગીતો દ્વારા બાળકોને લીલા રંગની વિવિધ વસ્તુઓની ઓળખ કરાવવામાં આવી હતી. નર્સરીના બાળકોએ લીલા રંગના ફુગ્ગા સાથે ભાગ લીધો અને વર્ગખંડમાં વૃક્ષની છાપકામ પ્રવૃત્તિ કરી. શિશુવર્ગ અને બાળવર્ગની દીકરીઓએ છાબ, માટી અને વિવિધ અનાજનાં દાણા લાવી બીજનું વાવેતર કર્યું હતું. આ ઉપરાંત, બાળવર્ગના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી લાવેલા છોડનું શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું. આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં થયેલા આ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ અને વિભાગીય કો-ઓર્ડિનેટર પીનલબહેન રાવળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રવૃત્તિના ઇન્ચાર્જ ફાલ્ગુનીબહેન સોલંકી અને હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થયું હતું. અંતે, તેમના સહિત તમામ શિક્ષકો અને સહભાગી વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી:શક્તિનાથ, કસક સર્કલ, રેલવે સ્ટેશન અને પાંચબત્તી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા; વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
    Next Article
    વલસાડ સરદાર હાઇટ્સમાં દર રવિવારે કચરો અલગ કરાશે:પ્લાસ્ટિક, કાચ, કાગળ, ઈ-વેસ્ટ રિસાયક્લિંગ માટે એકત્ર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment