Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી:શક્તિનાથ, કસક સર્કલ, રેલવે સ્ટેશન અને પાંચબત્તી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા; વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

    16 hours ago

    ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આજે બપોરના સમયે વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાની એન્ટ્રી થતાં સમગ્ર શહેરમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર દોડધામ મચી હતી અને જનજીવન પર તેની અસર જોવા મળી હતી. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે, અચાનક શરૂ થયેલા વરસાદના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના શક્તિનાથ, કસક સર્કલ, રેલવે સ્ટેશન અને પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આના કારણે વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. આ સમસ્યાએ નગરપાલિકાની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની પોલ ખોલી હતી.
    Click here to Read More
    Previous Article
    લોકમેળાનું ઇન્ડિયન નેવીના બેન્ડથી ઓપનિંગ:રાજકોટમાં જન્માષ્ટમીના મેળામાં 5 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો : 15 લાખ લોકોની સુરક્ષા માટે 5 એમ્બ્યુલન્સ, 3 ફાયર ફાઇટર તૈનાત રહેશે
    Next Article
    દીવાન-બલ્લુભાઈ શાળામાં 'ગ્રીન ડે'ની ઉજવણી:વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment