Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકમેળાનું ઇન્ડિયન નેવીના બેન્ડથી ઓપનિંગ:રાજકોટમાં જન્માષ્ટમીના મેળામાં 5 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો : 15 લાખ લોકોની સુરક્ષા માટે 5 એમ્બ્યુલન્સ, 3 ફાયર ફાઇટર તૈનાત રહેશે

    16 hours ago

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.2 થી 6 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે જેમાં ભારતનું ઘરેણું કહી શકાય તેવા ઇન્ડિયન નેવીના બેન્ડથી ઓપનિંગ સેરેમની યોજાશે. એક્સ્પો, એક્ઝિબિશન, શો કે પ્રદર્શન માટે 2 મોટા પ્લોટ રખાશે. આ વખતે તમામ વિભાગોનો એક જ ડેડિકેટેડ કંટ્રોલ રૂમ તેમજ ગ્રાઉન્ડની અંદર 1 અને બહાર 2 ઈમરજન્સી કોરિડોર ઊભા કરવામાં આવનાર છે. જેથી આગ કે મેડિકલની ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત કાર્ય થઈ શકે. આ દરમિયાન 5 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઇટર ગ્રાઉન્ડમાં રહેશે. મેળાના 5 દિવસ દરમિયાન 15 લાખ આસપાસ લોકો ઉમટી પડતા હોય છે ત્યારે આ વખતે પણ ડ્રોનથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે. મેળામાં 48 ખાણીપીણી અને 100 રમકડાના પ્લોટ સહિત કુલ 228 પ્લોટ છે. જેમાં આ વખતે નાની ચકરડી માટેના 12 માંથી વધારી 24 પ્લોટ કરવામાં આવતા બાળકો આ મેળાનો ખૂબ જ આનંદ ઉઠાવી શકશે. રાજકોટ જિલ્લાના પુરવઠા અધિકારી અને પ્રાંત અધિકારીનો ચાર્જ ધરાવતા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ એ.એસ.ઝાપડાએ જણાવ્યુ હતુ કે, રાજકોટના રેસકોર્સ મેદાનમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા જન્માષ્ટમી લોકમેળામાં 228 પ્લોટ રાખવામાં આવશે. જેમાં 'બી' કેટેગરી એટલે કે રમકડાના કુલ 100 જેટલા પ્લોટો, ખાણી-પીણીના નાના- મોટા 48 તો મધ્યમ પ્રકારની જે ચકરડીઓ છે તેના 3 પ્લોટ છે. નાની ચકરડીઓના ગત વર્ષે જે 12 પ્લોટો હતા એની રજૂઆતો ધ્યાને લઈ આ વખતે એમાં ડબલ વધારો કરી અને નાના જે વેપારીઓ છે એમના માટે 24 નાની ચકરડીઓના પ્લોટો આ વખતે રાખવામાં આવ્યા છે. આ વખતે નવા એક ઈનિશિયેટિવના ભાગરૂપે કોઈ કંપનીઓ અથવા કોઈપણ સંસ્થાઓને કોઈ એક્સ્પો કે એક્ઝિબિશન કરવું હોય, અન્ય કોઈ શો કે પ્રદર્શનો કરવા હોય તો એના માટે પણ 2 મોટા પ્લોટો છે એ આ વખતે અનામત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાણી-પીણીના જે થોડા મોટા પ્લોટો જે 'વન કોર્નર'ના છે એવા 40 પ્લોટો રાખવામાં આવ્યા છે. જે મોટી યાંત્રિક પ્રકારની રાઈડો હોય છે, E, F, G, H એ અલગ-અલગ કેટેગરીમાં અંદાજિત 40 જેટલા પ્લોટો રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આઈસ્ક્રીમના ચોકઠાના પ્લોટો છે એ 17 પ્લોટ રાખવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા.1 ઓગસ્ટના ડ્રોની પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત હરાજીની પ્રક્રિયા છે એ કેટેગરી B1 તથા A માટે 4 તારીખે રાખેલી છે. કેટેગરી E, F, G, H એટલે કે મોટી યાંત્રિક રાઈડો છે એના માટેની હરાજીની પ્રક્રિયા આપણે 5 ઓગસ્ટના રોજ રાખેલ છે. આ ઉપરાંત 6 ઓગસ્ટના રોજ આપણે જે આઈસ્ક્રીમ કેટેગરીના સ્ટોલ છે એની હરાજી રાખેલ છે. આગ કે મેડિકલ ઈમરજન્સીમાં 2 ડેડિકેટેડ કોરિડોર મદદરૂપ બનશે ડિઝાસ્ટરની વાત કરીએ તો આપણે ગત વર્ષથી જ જે લોકમેળાનું ગ્રાઉન્ડ છે એમાં એમની પેરીફેરીમાં આપણે એક ડેડિકેટેડ રસ્તો રાખેલ છે જેમાં માત્ર એમ્બ્યુલન્સ કે ફાયરના વ્હીકલો છે એ જ અલાઉ થાય છે અને એ જ ઝડપથી કોઈ નાની-મોટી દુર્ઘટના થાય તો હોસ્પિટલમાં પહોંચવામાં એમને સરળતા રહે એટલે વિશેષ એક કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણને ખ્યાલ છે એ મુજબ બહારના રોડ ઉપર પણ ઘણી બધી ટ્રાફિક હોવાના કારણે એમ્બ્યુલન્સને થોડો સમય હોસ્પિટલે પહોંચવામાં જતો હતો, એ માટે થઈને કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશના સીધા માર્ગદર્શન હેઠળ બે અલગથી ડેડિકેટેડ ડિઝાસ્ટર કોરિડોર આ વખતે વિકસાવવામાં આવ્યા છે. જેમાં મેળાના ગ્રાઉન્ડથી લઈ અને ફન વર્લ્ડમાંથી વચ્ચેથી એ રસ્તો લઈ, ગાર્ડનમાંથી પસાર કરી અને સીધા કિસાનપરા સર્કલ સુધી અથવા અન્ય બીજો રસ્તો છે એ મેળાના ગ્રાઉન્ડમાંથી લઈ અને જે એથલેટિક ટ્રેક છે ત્યાંથી લઈ અને માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં થઈ અને બહુમાળી ભવન સુધી ડાયરેક્ટ નીકળી જવાય અને આપણે સમયનો બચાવ કરી શકીએ એ પ્રકારના બે અલગથી ડેડિકેટેડ કોરિડોર આ વખતે વિકસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દર વખતે અલગ-અલગ વિભાગોના અલગ-અલગ કંટ્રોલ રૂમ આપણે રાખતા હતા અને લોકોને કંઈ ફરિયાદો હોય તો ત્યાં જતા હતા. પરંતુ લોકોની ફરિયાદોનું ઝડપથી નિરાકરણ એક જ જગ્યાએ અને સરળતાથી થઈ શકે એ માટે આ વખતે એક ડેડિકેટેડ કંટ્રોલ રૂમ તમામ વિભાગોનો સંયુક્ત આ વખતે રાખવામાં આવનાર છે. જેના કારણે અલગ-અલગ વિભાગો વચ્ચે સંકલન ખૂબ ઝડપથી થઈ શકે. આ ઉપરાંત ગત વર્ષથી આપણે જે મેળામાં માનવમેદની આવે છે એનું AI બેઝ્ડ ડ્રોન મારફત આપણે ક્રાઉડ મેનેજમેન્ટ કરીએ છીએ એ આ વખતે પણ આપણે કરનાર છીએ. આ ખાસ પ્રકારના ડ્રોન હોય છે જે એટ અ ટાઈમ આપણને ગ્રાઉન્ડમાં કેટલા લોકો છે, બહારથી કેટલા લોકોની અવર જવર થઈ રહી છે. જેના કારણે આપણે ક્રાઉડ મેનેજમેન્ટ ખૂબ સારી રીતે ગત વર્ષે પણ કરી શક્યા હતા અને એ જ ડેટાનું આ વર્ષે આપણે એનાલિસિસ કરી અને આપણો લેઆઉટ છે એ ખૂબ સારી રીતે બનાવ્યો છે. આ ઉપરાંત તમામ વિભાગોના અધિકારી-કર્મચારીઓને ઝડપથી સંકલન થઈ શકે એ માટે આપણને ખ્યાલ છે ત્યાં મુજબ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવે છે ત્યારે મોબાઈલ નેટવર્કની નાની-મોટી સમસ્યા સર્જાય છે, તો આ અધિકારી-કર્મચારીઓ માટે વોકી-ટોકીની વ્યવસ્થા પણ આ વર્ષે આપણે કરનાર છીએ. આ ઉપરાંત આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે 5 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરના 2 થી 3 વાહનો આપણે કન્ટીન્યુઅસ ત્યાં મેળાના ગ્રાઉન્ડમાં રાખનાર છીએ. આ ઉપરાંત આપણે ગત વર્ષથી જ જે આપણો સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ એમાં ખૂબ નામી-અનામી કલાકારોને આપણે ગત વર્ષથી સરકારના રમત ગમત અને યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના સહયોગથી ગત વર્ષથી જ આપણે મોટા કલાકારો આપણે ત્યાં બોલાવીએ છીએ. આ વર્ષે પણ ખૂબ મોટા નામના જે કલાકારો છે એ ડેઈલી પાંચે-પાંચ દિવસ આપણે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો કરશું અને સંભવિત આ વર્ષે આપણે જે આપણી ઓપનિંગ સેરેમની છે એ આપણું ભારતનું ઘરેણું કહી શકાય એવું ઈન્ડિયન નેવીનું જે બેન્ડ છે એ મારફત પણ આપણે કરવાનું આયોજન કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    બુકાનીધારી તસ્કરોએ અમરેલીના જુના વાઘણીયા ગામને નિશાન બનાવ્યું:10થી વધુ મકાનો, દુકાનો, મંદિરમાં તાળા તૂટ્યા; બગસરા પોલીસ કામગીરી સામે રોષ
    Next Article
    ભરૂચમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી:શક્તિનાથ, કસક સર્કલ, રેલવે સ્ટેશન અને પાંચબત્તી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા; વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment